________________
૧૧૮
( લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
નામાં જીના ભેદો, ગુણસ્થાનક અને અજીવતવવિગેરે સમજાવ્યું. પ્રભુની દેશનાથી કેટલાકે દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકપણું સ્વીકાર્યું. પુરૂષોત્તમ વાસુદેવે સમકિત સ્વીકાર્યું અને સુપ્રભ બલભદ્ર શ્રાવકપણું સ્વીકાર્યું. પ્રથમ પિરિસીપૂર્ણ થયા બાદ યશ ગણુધરે પાદપીઠ ઉપર બેસી દેશના આપી. અને બીજી પેરિસી પૂર્ણ થતાં દેશના પૂર્ણ થઈ. ઈન્દ્ર વિગેરે સ્વસ્થાને ગયા.
અનંતનાથ પ્રભુને છાસઠ હજાર સાધુ, નવસે ચૌદ પૂર્વધારી, ચાર હજાર ત્રણ અવધિજ્ઞાની, ચાર હજાર પાંચસે મનપર્યવજ્ઞાની, પાંચ હજાર કેવળજ્ઞાની, આઠ હજાર વૈક્રિયલબ્ધિવાળા, ત્રણ હજાર બસે વાદલબ્ધિવાળા, બાસઠ હજાર સાવી, બે લાખ અને છ હજાર શ્રાવક અને ચાર લાખ અને ચૌદ હજાર શ્રાવિકા આટલો પરિવાર થયે.
દીક્ષા લીધા પછી સાડા સાત લાખ વર્ષ પૃથ્વી ઉપર વિચરી ભગવાન અનંતનાથ વામિ પોતાનો મોક્ષકાળ નજીક જાણું સમેતશિખર પધાર્યા. એક હજાર સાધુઓ સાથે અણુશણ કત ગ્રહણ કરી એક માસને અંતે ચિતર શુદ પાંચમના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમા હતો ત્યારે ભગવાન અનંતનાથ એક હજાર મુનિઓ સાથે મેક્ષ પામ્યા.
અનતનાથ પ્રભુએ સાડા સાત લાખ વર્ષ કુમાર વયમાં, રાજ્યાવસ્થામાં પંદર લાખ વર્ષ, અને દીક્ષાવસ્થામાં સાડા સાત લાખ વર્ષ એમ કુલ વીશ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. વિમળનાથ સ્વામિના નિર્વાણ પછી નવ સાગરોપમ ગયા બાદ અનંતનાથ
સ્વામિ મુક્તિમાં પધાર્યા. | સર્વે ઈન્દોએ પ્રભુના તેમજ અન્ય સુનિઓના દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો, અને ભગવંતના દાઢા આદિ અવયને યથાયોગ્ય વહેંચી લઈને નંદીશ્વર દ્વીપેજઈ નિર્વાણેત્સવ ઉજવી સ્વસ્થાને ગયા.
વાસુદેવનું નરકગમન અને બળદેવની મુક્તિ પુરૂષોત્તમ વાસુદેવ કુલ ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી છઠી નરકમાં ગયે. તેણે કુમારવયમાં સાતસો વર્ષ, માંડલિકપણામાં તેર વર્ષ, દિવિજયમાં એંશી વર્ષ, અને રાજ્ય જોગવવામાં ઓગણત્રીશ લાખ સત્તાણુ હજાર ત્રણને વશ વર્ષ પસાર કર્યો સુપ્રભ બલભદ્ર વાસુદેવના મૃત્યુ પછી વૈરાગ્ય પામ્યા. અને મૃગશ મુનિની પાસે ગત ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી પચાવન લાખ વર્ષનું આયુષ્ય ભોગવી સિદ્ધિગતિ પામ્યા._
[આ રીતે અનંતનાથ, ચેથા વાસુદેવ પુરૂષોત્તમ ચેથા બલભદ્ર સુગર્ભ અને ચેથી પ્રતિવાસુદેવ મધુ ચરિત્ર સંપૂર્ણ.]