________________
શ્રી દ્વિતીય વાસુદેવ પૃિષ્ઠ ચરિત્ર ]
૧૦૯
^^^^^.
ઉપ્શનમાં પધાર્યાં. તેમજ દરો રાજાઓની સાથે ફાગણુ વદ અમાસના દિવસે શતભિષાખા નક્ષત્રમાં ચતુ તપૂર્વક દીક્ષા ગ્રહણ કરી.
બીજે દિવસે મહાપુર નગરમાં સુનંદ રાજાને ઘેર ભગવાને ક્ષીરાત્રથી પારણું કર્યું. પંચદ્દિશ્ય પ્રગટ થયાં. સુનૐ ત્યાં રત્નપીઠિકા કરી અને ભગવાન ત્યાંથી વિહાર કરી અન્યત્ર જગતને પવિત્ર કરતા છતા વિચરવા લાગ્યા.
(૩)
દ્વિતીય વાસુદેવ દ્વિપૃષ્ઠ, બળદેવ વિજય અને પ્રતિવાસુદેવ તારક ચરિત્ર.
બીજા બળદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવના પૂર્વભવ,
પૃથ્વીપુર નગરને વિષે પવનવેગ નામના રાજા રાજ્ય કરતા હતા. ઘણાં વર્ષો સુધી રાજ્ય કર્યા બાદ તેમણે શ્રમણસિહ સુનિ પાસે દીક્ષા લીધી અને દુષ્કર તપ વપી મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવ થયા.
આ અરસામાં જંબુદ્વીપના દક્ષિણાધ ભરતમાં વિષ્ણુપુર નામનું નગર હતું. તે નગરમાં વિધ્યશકિત નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજા સભામાં એઠા હતા તે વખતે એક ચર પુરૂષ સભામાં દાખલ થયા. અને રાજાને નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યેા કે - હે દેવ ! આપના જાણવામાં હશે કે દક્ષિણુ ભરતા માં સાકેતપુર નામે નગર છે, ત્યાં પર્વત નામે માટી ભુજાવાળા રાજા રાજ્ય કરે છે. તે રાજાને ઉશી અને રલાને પરાભવ કરે તેથી ગુણુમંજરી નામે વેશ્યા પ્રાણુથી પણ અધિક વહાલી છે. હે દેવ! તે ગુણમંજરીને લઇને પર્વત રાજા અધિક છે. પરંતુ લક્ષ્મી, સૈન્ય અને રૂપ વિગેરે ગુણેાની વિશેષતાથી તે તે ગુણુમ’જરી આપને માટે જ ચાગ્ય છે. આપ તેને મેળવવા પ્રયત્ન કરા.’
C
રાજાએ તુરત ગુણમજરીની માગણી માટે પર્વત રાજા પાસે પાતાના મંત્રીને ત બનાવી મેાકલ્યા. મત્રીએ પર્વત રાજાને જઈ કહ્યું કે • હે રાજન ! વિધ્યશકિત રાજા કહેવરાવે છે કે ‘ આપણે ખત્તે મિત્રા છીએ, જે તારા શત્રુ તે મારા શત્રુ, અને જે તારી લક્ષ્મી તે મારી લક્ષ્મી, તા મારા કૌતુકને માટે ગુણુમ’જરીને વગર વિલ એ મેકલી આપ કારણકે વેશ્યા ને આપવામાં અને ગ્રહણુ કરવામાં કાંઈ નિદા જેવું નથી. ’ આ વચન સાંભળતાં જ પર્વત રાજાને ક્રોધ ચઢર્ચા. અને મંત્રીને કહ્યું કે • તું અહીંથી ચાલ્યું જા. અને તારા રાજાને કહેજે કે ગુણુમ જરી તે શું પણ મારી દાસી પણ તને નહિ મળે.
પર્વત રાજાના આ વચન મંત્રીએ વિધ્યશક્તિને કહ્યાં. તરતજ વિધ્યશકિત લશ્કર લઇ ચાલ્યું. પર્વત પણ સૈન્ય સહિત સામે આવ્યા. અને વચ્ચે ભય કર રણુસ ગામ થયા.