________________
૧૦૪
1 લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ,
ભગવાનને વાદી, સ્તુતિ કરી તે ઈન્દ્રની પાછળ બેઠે. ભગવાને દેશના આરંભી. દેશનામાં , ભગવાને સકામ અકામ નિર્જરાનું સ્વરૂપ, નવતત્તનું સ્વરૂપ સમજાવ્યું. બલદેવે અને વાસુદેવે સમતિ ગ્રહણ કર્યું, પહેલી પિરિસી પૂર્ણ થઈ એટલે ભગવાને દેશના સમાસ કરી અને ત્રિપૃષ્ઠના પુરૂષે જે બલિ લાવ્યા હતા તે ઉડાડવામાં આવ્યોતે દેવો અને રાજાઓ વિગેરેએ લીધો. બીજી પિરિસીમાં ભગવાનની પાદપીઠ ઉપર બેસી ગશુભ ગણધરે દેશના આપી. દેશના પૂર્ણ થતાં સૌ ભગવંતને વાંદી સ્વસ્થાને ગયા.
શ્રેયાંસનાથ સ્વામિના શાસનમાં ઇશ્વર નામે યક્ષ કે જેવું બીજું નામ મનુજ છે તે શાસનદેવ અને માનવી નામે યક્ષિણી કે જેનું બીજું નામ શ્રીવત્સા છે. તે શાસનદેવી થઈ, ઈશ્વર ચક્ષશ્વેતવર્ણવાળ, ત્રણ નેત્રવાળે, વૃષભના વાહનવાળે, બે દક્ષિણ ભુજામાં બીજો અને ગદાને ધરનારે અને બે વામ ભુજામાં નકુલ અને અણસૂત્ર ધારણ કરનારા થા. તથા યક્ષિણી માનવી ગૌર અંગવાળી, સિંહના વાહનવાળી, દક્ષિણ ભુજામાં વરદ અને મુદગર ધારણ કરનારી અને વામણુજામાં કલશ અને અંકુશ રાખનારી શાસનદેવી થઈ.
શ્રેયાંસનાથ પ્રભુને ચેરાશી હજાર સાધુ, એક લાખને ત્રણ હજાર સાધ્વી, તેરસે ચૌદ પૂર્વધારી, છ હજાર અવધિ જ્ઞાની, છ હજાર મન પર્યવ જ્ઞાની, સાડા છ હજાર કેવળજ્ઞાની, અગ્યાર હજાર વેકિય લબ્ધિવાળા, પાંચ હજાર વાદ લબ્ધિ વાળા, બે લાખ અને એગણશી હજાર શ્રાવકે તથા ચાર લાખ અને અંડતાલીશ હજાર શ્રાવિકા આટલી પરિવાર થયો.
દીક્ષા લીધા પછી એક વીશ લાખ વર્ષ સુધી પૃથ્વી ઉપર વિચરી ભગવાન શ્રેયાંસનાથ પિતાને મોક્ષ કાળ નજીક જાણ સમેતશિખરે પધાર્યા અને એક હજાર મુનિઓની સાથે એક માસનું અણુશણ સ્વીકાર્યું. એક માસને અંતે શેલેશિ ધ્યાનમાં રહી શ્રાવણ વદ-૩ના દિવસે, ધનિષ્ઠા નક્ષત્રમાં ચંદ્રનો વેગ હતું ત્યારે હજાર મુનિઓની સાથે ભગવાન શ્રેયાંસ નાથ પરમ પદને પ્રાપ્ત થયા.
શ્રેયાસનાથ પ્રભુએ કુમારવચમાં એકવીશ લાખ વર્ષ, રાજ્યાવસ્થામાં બેંતાળીશ લાખ વર્ષ, અને દીક્ષાવસ્થામાં પણું એકવીશ લાખ વર્ષ એમ કુલ ચારાશી લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. શીતળનાથ સ્વામિના નિર્વાણ પછી છાસઠ લાખ તથા છવીશ હજાર વર્ષ તથા સે સાગરોપમ ઉણુ એક કેટિ સાગરોપમ ગયા ત્યારે શ્રી શ્રેયાંસનાથ મ9 સુક્તિમાં ગયા.
સર્વે ઈન્દ્રોએ પ્રભુના તેમજ અન્ય મુનિઓના દેહનો યથાવિધિ અગ્નિ સંસ્કાર કી ભગવંતના દાઢા આદિ અવયવો યથાયોગ્ય વહેંચી લઈને નંદીશ્વર દીપે જઈ નિવણત્સવ ઉજવી દેવે સ્વસ્થાને ગયા.