________________
૧૦૦
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ.
આવ્યો અને ભકિતવડે રાજાની અનુજ્ઞા લઈ લશ્કર સાથે પુરુષસિંહ સામે લડવા ગયો. ત્યાં તેને આજ્ઞાવિત થયેલો જોઈ પિતે પાછો વળ્યો. માર્ગમાં પુષ્પકરંડક ઉદ્યાન પાસે આવ્યા. ત્યારે દ્વારપાલે જણાવ્યું કે કુમાર વિશાખાનંદી અંદર છે. આ સાંભળી તેણે વિચાર્યું કે મને કપટથી ઉદ્યાનમાંથી બહાર કાઢ્યો છે. આથી તેને ઘણો ક્રોધ ચઢયો અને તેણે ક્રોધાવેશમાં સમીપના એક કઠી વૃક્ષ પર બળપૂર્વક મુષ્ટિને પ્રહાર કર્યો તેથી સર્વ કુળ નીચે પડયાં. ફોધાવેશમાં વિશાખાનંદીના દ્વારપાલને કહ્યું કે જે પિતાશ્રી ઉપર મારી ભક્તિ ન હોત તે આ કેડીના ફળની જેમ હું તમારા સર્વના મસ્તક ભૂમિપર પાડી નાખત પણ પિતાશ્રીપરની ભક્તિથી હું તેમ કરતા નથી. પણ આવા કપટવાળા ભેગની મારે હવે કાંઈ જરૂર નથી.”
આ બનાવથી વિશ્વભૂતિને આવા રાજ્યખટપટવાળા સંસાર ઉપર વૈરાગ્યભાવ જાગ્યો અને તેણે સંભૂતિ નામના આચાર્યની પાસે દીક્ષા લીધી. છઠ્ઠ અઠ્ઠમ તપ અને આગમાદિ અભ્યાસમાં મન પરોવ્યું. તેમનું શરીર અતિશય કૃશ બન્યુ એક વખત વિશ્વભૂતિ મુનિ મથુરામાં પધાર્યા. તે ગોચરીએ જતા હતા ત્યારે કેઈકે કહ્યું કે “આ વિશ્વભૂતિકુમાર જાય છે આ શબ્દ મથુરામાં રાજાની પુત્રીને પરણવા આવેલ વિશાખાનદીના કાને પડયા. તેણે મુનિને ઓળખ્યા. તેવામાં તપકુશ મુનિ ગાયના અથડાવાથી હેઠા પડી ગયા. વિશાખાનદીએ કહ્યું કે હે મુનિ! ઠીના ફળને પાડનારૂ તમારૂં બલ કયાં ગયું” આ સાંભળી મુનિને ક્રોધ ચઢ. તેણે ક્રોધથી ગાયને સીગડાવતી પકડી આકાશમાં ફેંકી અને “આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હુ ભવાંતરે મહાપરાક્રમવાળા થઈ વિશાખાનદીને પરાભવ કરૂ” એવું નિયાણું બાષ્પ, વિશ્વભૂતિ મુનિએ તે ભવનું કેટવર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું અને મહાશુક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
(૪) પ્રથમ બલદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને ત્રિપૃષ્ઠને
વાસુદેવપણને અભિષેક દક્ષિણ ભરતામાં પતનપુર નામે નગર હતું. તેમાં રિપુપ્રતિશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ભદ્રા નામે પટરાણી હતી, તેની કુક્ષિને વિષે પૂર્વે કહેલ સુબલના જીવ અનુત્તર વિમાનમાંથી રચવી અવતર્યો. ભદ્રા રાણીએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર મહાસ્વસ જોયાં. તે સ્વમ હાથી, વૃષભ, ચંદ્રમા અને સરોવરનાં હતાં. પણ માસ શ્વેતવર્ણવાલા પુત્રને જન્મ આપે. શe સહતે રાજાએ પુત્રનું અચલ એવું નામ પાડયું તે બાળક યૌવનવયને પામતાં એંશી ધનુષની કાયાવાળે થશે. ભદ્રા રાણીએ અચલ પછી એક પુત્રીને જન્મ આપ્યો. તે પુત્રીનું રાજાએ મૃગાવતી એવું નામ પાડયું. આ પુત્ર ખુબ સુંદર હતી. ઉંમર વધતાં માતાને તેની ચિંતા થવા લાગી. માતાએ આ ચિતામાં તેના પિતા પણ ભાગ લે એ આશાએ પુત્રીને રાજાની પાસે મોકલી. પણ રાજાની તેના