________________
શ્રી વાંસનાથ ચરિત્ર ]
અને એકવીશ લાખ વર્ષ પસાર કર્યો ત્યારે તેમના પિતાએ રાજ્યાભિષેક કર્યો. અને રાજ્યનું પાલન બેંતાલીસ લાખ વર્ષની ઉમર સુધી ખૂબ પ્રજાના પાલન પૂર્વક કર્યું..
આ અવસરે લોકાન્તિક દેવે એ તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી. ભગવાને વાર્ષિકદાન દેવા માંડયું. અને ફાગણ વદ ૧૩ના દિવસે શ્રવણ નક્ષત્રમાં વિમલપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થઈ સહસામ્રવનમાં પધાર્યા. અને આભૂષણ વિગેરેનો ત્યાગ કરી એક હજાર રાજાઓની સાથે છઠતપ પૂર્વક દીક્ષા અંગીકાર કરી. ભગવાને છઠ તપનું પારણુ સિદ્ધાર્થ નગરમાં નંદ રાજાને ઘેર ક્ષીરથી કર્યું. દેવેએ પંચ દિવ્ય પ્રગટ કર્યો. નદ રાજાએ પ્રભુસા પારણના સ્થાને રત્નની પીઠ રચાવી ભગવાન ત્યાંથી પવનની જેમ પ્રતિબંધ રહિત વિહાર કરવા લાગ્યા.
પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ, પ્રથમ બલદેવ અચલ અને
પ્રથમ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું ચરિત્ર.
પ્રથમ બલદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વભવ. પૂર્વમહાવિદેહમાં પુંડરીકિશું નામે નગરી હતી. તેમાં સુબલ નામે રાજા રાજ્ય કરતો હતે. તેણે કેટલેક વખત રાજ્ય પાળ્યા બાદ વૃષસૂરિભ પાસે દીક્ષા લીધી. અંતે ઉત્કૃષ્ટ તપ કરી મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે.
રાજહી નગરીમાં વિશ્વનંદી નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામે પત્નીની કશિથી વિશાખનંદી નામને પુત્ર ઉત્પન્ન થયો. વિશ્વનંદી રાજાને વિશાખાભૂતિ નામે ના ભાઈ હતું. તેને ધારિણે નામે સ્ત્રીની કુક્ષિથી વિશ્વભૂતિના પુત્ર થયો. (આ વિશ્વભૂતિ તે ભરત મહારાજાને પુત્ર મરીચિ કે જે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલાં સુકૃતને લઈને અહિં રાજકુમાર તરીકે ઉત્પન્ન થયે) યૌવનવય પામતાં વિશ્વભૂતિ ૫૫ કરડ નામના ઉદ્યાનમાં અંતઃપુર સહિત કીડા કરવા લાગ્યો. તે ક્રીડા કરતું હતું તેવામાં તેના કાકાને પત્રકુમાર વિશાખાનંદી પણ કીડા કરવાને માટે ત્યાં આવ્યો. પરંતુ વિશ્વભૂતિ અંદર હોવાથી તે બહાર રહ્યો. તે સમયે પ્રિયંગુ રાણીની દાસીઓ ત્યાં કુલ લેવા આવી. તેમણે વિશ્વભૂતિને અંદર અને વિશાખાનંદીને બહાર ઉભેલ જોયો. આથી દાસીઓ કુલ લીધા સિવાય રાણીની પાસે જઈ આ હકીક્ત તેને કહી સંભળાવી. રાણીને તુર્ત ક્રોધ ચઢ. રાજાએ રાણીના ક્રોધનું કારણ જાણ્યું અને વિશ્વભૂતિને ખરખ ન લાગે તે રીતે ઉદ્યાનમાંથી પાછા બોલાવી લેવા માટે તેણે યુદ્ધની ભેરી વગડાવી તેમજ કપટવડે રાજ્યસભામાં કહ્યું “આપણા તાબાને પુરૂષસિંહ નામને સામત ઉદ્ધત થએલો છે તેથી તેને જીતવા હું જઈશ.” આ સમાચાર સાંભળી સરળભાવી વિશ્વભૂતિ ઉદ્યાનમાંથી રાજસભામાં