________________
[ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ.
ગર્ભ સમયમાં પુત્રની માતા સર્વ વિધિઓમાં કુશળ હોવાથી સુગ્રીવ રાજાએ પુત્રનું નામ “સુવિધિનાથ અને ગર્ભકાળ દરમ્યાન રામાદેવીને પુષ્પના દેહલા થયેલા હોવાથી “પુષ્પદંત” રાખ્યું.
વેતવર્ણવાળા સુવિધિનાથ ભગવાન જ્યારે યુવાવસ્થાને પામ્યા ત્યારે તેમના શરીરની ઉંચાઈ સે ધનુષ્યની થઈ. પિતાએ અનેક રાજ્યકન્યાઓ સાથે વિવાહ કરાવ્યું. જન્મથી પચાસ હજાર પૂર્વ ગયાં ત્યાં સુધી યુવરાજ રહ્યા. અને ત્યારબાદ રાજ્યધૂરા વહન કરી અચાસી પૂવગસહિત પચાસ હજાર પૂર્વની વય સુધી રાજ્ય પાલન કર્યું. કાન્તિક દેવેએ તીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી. ભગવાને સાંવત્સરિક દાન આપ્યું. ત્યારબાદ દેવતાઓથી અભિષેક કરાએલા ભગવાન સુરપ્રભા નામની શિબિકા ઉપર બેસી સહસ્ત્રાસ્ત્ર વનમાં પધાર્યા. અને હજાર રાજાઓ સાથે છઠ તાપૂર્વક માગશર વદ ૬ના દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રને ચોગ હતું ત્યારે ત્રીજા પ્રહરે દીક્ષા ગ્રહણ કરી.
સુવિધિનાથ ભગવાને તપુર નગરમાં પુ૫ રાજાને ઘેર પરમાત્રથી પારણું કર્યું. ત્યાં પચ દિવ્ય પ્રગટ થયા. રાજાએ પારણાના સ્થાને રત્નપીઠીકા રચાવી અને ભગવાન ત્યાંથી છદમસ્થપણે બીજે ઠેકાણે ચાર માસ સુધી વિહાર કર્યો. ફરી ભગવાન સહયાચવનમાં આવ્યા. અને માલુર વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. અહિં કાતિક શુદ ૩ના દિવસે મૂલ નક્ષત્રમાં શુકલધ્યાન ધ્યાવતાં ભગવાનને કેવળજ્ઞાન થયું. દેવાએ સમવસરણ રચ્યું. બારસે ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી અને તિરથણ કહી ભગવાનપૂર્વાભિમુખે સિંહાસન ઉપર બેઠા. અને ઉપદેશમાં જણાવ્યું કે મનુષ્યભવ સફલ કરવા જોઈએ, પાપ પ્રવૃત્તિને ત્યાગ કરવું જોઈએ, સૂક્તિની હંમેશાં સંભારણા કરવી જોઈએ. ચારિત્રનું અનુશીલન કરવું, અરિહંત, સિદ્ધ અને ગુરૂની વૈયાવચ્ચ કરવી. તપ ત્યાગ કરો. સમાધિ કરવી, અપૂર્વજ્ઞાન ધારણ કરવું, સમ્યકત્વની શુદ્ધિ કરવી વિગેરે ઉપદેશ આપે. આથી કેઈએ સાધુપણું તે કેઈએ શ્રાવકપણું સ્વીકાર્યું. સુવિધિનાથ ભગવાનને વરાહ વિગેરે આયાસી ગણુધરે થયા. તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીના રચના કરી, બીજી પિરિસીએ પાદપીઠ ઉપર બેસી ગણધર ભગવતે દેશના દીધી. દેશના પૂર્ણ થયા બાદ દેવ મહોત્સવ કરી સ્વસ્થાને ગયા.
સુવિધિનાથ સ્વામિના શાસનમાં અજિતનામને યક્ષ શાસનદેવ અને સુતારા નામે યક્ષિણી શાસનદેવી થઈ અજિત યક્ષ શ્વેતવર્ણવાળ, કાચબાના વાહનવાળે, અને જમણ તરફની બે ભુજાઓમાં બીજરૂ અને અક્ષસત્રને ધારણ કરનારા તથા ડાબભૂિજમાં નકુલ અને ભાલાને ધારણ કરનારે થયે. સુતારા ચક્ષિણી ગૌરવર્ણવાળી, વૃષભના વાહનવાળી, બે દક્ષિણ ભૂજાઓમાં વરદ અને અક્ષાસૂત્ર, તથા બે વામણૂજામાં કલશ અને અંકુશને ધારણ કરનારી થઈ..
સુવિધિનાથ પ્રભુને બે લાખ સાધુ, એક લાખ વીશ હજાર સાથ્વી, આઠ હજારને ચાર અવધિજ્ઞાની. દેઢ હજાર ચૌદ પૂર્વધારી, સાડા સાત હજાર મન ૫ર્યવજ્ઞાની, સાત