SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘવિજયજી ઉપાધ્યાયકૃત આ લઘુત્રિષષ્ટિગ્રંથની રચના બૃહત્ ત્રિષષ્ટિને અનુલક્ષીને કરેલ હેવાથી બૃહત્ ત્રિષષ્ટિને અનુલક્ષીને જ તેમણે અહિં પણ દશે પર્વ આપ્યાં છે. લઘુત્રિષષ્ટિની વર્ણનશલિ જુદા પ્રકારની છે. તેમણે કેઈક ભગવંતના ચરિત્રમાં દિકુમારિકા મહત્સવનું વિસ્તૃત વર્ણન આપેલું છે. તે કઈકમાં દીક્ષા મહોત્સવનું વિસ્તૃત સ્વરૂપ આપ્યું છે. તે બીજે સમવસરણની રચનાનું અતિવિસ્તૃત સ્વરૂપ આપ્યું છે. સંક્ષેપમાં મુખ્યત્વે ઇદ્રોની સ્તુતિ અને ભગવંતની દેશનાને સંક્ષેપી છે. તેમજ અવાંતર કથાઓને પણ સંક્ષેપી છે. મહા મહોપાધ્યાય મેઘવિજ્યજીએ બૃહત ત્રિષષ્ટિને અનુલક્ષી લઘુત્રિષષ્ટિ કર્યા છતાં શાંતિનાથ ચરિત્ર, નેમનાથ ચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર અને મહાવીર ચરિત્રની સંકલના અને રચનામાં બૃહત ત્રિષષ્ટિ તરફ ધ્યાન આપવા કરતાં તે તે તીર્થકરેના વતંત્ર ચરિત્રોને સામે રાખી અહિં ચરિત્ર આપેલું છે. અને તેથી કેટલાએ પ્રસંગે બૃહત ત્રિષષ્ટિમાં ન હોય તે અહિં દાખલ કરેલ છે. બૃહતત્રિષષ્ટિ અને લઘુત્રિષષ્ટિમાં જ્યાં વિશેષ નામનો ફેરફાર કે મતાન્તર જણાયે છે ત્યાં ત્યાં અમે કુટનેટમાં તેની નેંધ પણ આપી છે. આ ત્રિષષ્ટિગ્રંથ ના હેવા છતાં તેમાં ઘણું ઘણું સંગ્રહ છે. તીર્થકર ચરિત્ર, રામાયણ, મહાભારત, ચક્રવર્તિ ચરિત્ર, બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવચરિત્ર અને તેને અનુરૂપ અનેક કથા પ્રસંગો અને એતિહાસિક પ્રસથી ભરપૂર છે. આ ચરિત્ર પુસ્તક ખુબ જલદી પૂર્ણ કરી છાપવાનું હોવાથી આ ગ્રંથનો અનુવાદ કરાવવા શરૂઆતમાં અમે ત્રણ ભાગ પાડ્યા હતા. પણ સદભાગ્યે મહારે એકલાને જ તે કરવાનું આવ્યું તેથી વિર વરિય વ vira૦ ગાથા મુજબ આત્મિક લાભ સાથે આ વિષયનું મનન ચિંતવન રૂપ જ્ઞાન લાભ પણ મળે. મહાવીરચરિત્ર લખતાં પહેલાં ત્રિષષ્ટિ, મહાવીરચરિયા, શ્રી નંદલાલભાઈનું મહાવીરચરિત્ર અને પૂ. પં. કલ્યાણ વિજ્યજી કૃત. શ્રમણ ભગવાન મહાવીર જોયું હતું. આ પુસ્તકમાં બૃહત ત્રિષષ્ટિના સર્વે પ્રસંગો અને પરંપરાગત કથાઓને દાખલ કર્યા છતાં કાળ ગણના અને વર્ષને ક્રમ તો પૂ ૫. કલ્યાણુવિજયજી મહારાજના બનાવેલ શ્રમણ ભગવાન મહાવીરને જ અપનાવ્યો છે. અને અવશ્ય કહેવું જોઈએ કે તેઓશ્રીની “મહાવીર કાળ ગણના? અને આ પુસ્તક બહાર પડયા પછી ઘણા ખરા લેખકેએ તેમના મને જ અપનાવ્યું છે. આથી તે તે ગ્રંથકારોનો આભાર માનીએ છીએ. ત્રિષષ્ટિ શલાકાપુરૂષ ચરિત્ર ઉપર દીગંબર સમાજમાં પણ બે ગ્રંથ ઉપલબ્ધ છે. ૧ જિનસેનના સંસ્કૃતમાં બનાવેલ આદિપુરાણ અને ઉત્તરપુરાણુ. ૨ તેમજ કવિ પુષ્પદંતત મહાપુરાણુ ઉર્ફે ત્રિષષ્ટિ મહાપુરૂષ ગુણાલંકાર, પ્રથમ ગ્રંથને જિનસેને પ્રારંભ કર્યો પણ અધુરે મુકી તે મૃત્યુ પામ્યા તેથી બાકીને ગ્રંથ તેમના શિષ્ય ગુણભદ્ર પૂર્ણ કર્યો છે. બીજે રથ કવિ પુષ્પદંતરે રચેલ ૨૦૦૦૦ હજાર શ્લોક પ્રમાણુ અપભ્રંશ ભાષામાં છે. આમ શ્વેતાંબર અને દિગંબર અને સંપ્રદાયમાં ત્રિષષ્ટિ શલાકા પુરૂષનું ખુબ મહત્ત્વ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy