________________
19.
E
[૬૪]
શ્રી, કપૂરવિજયજી કહે છે કે બધા માણસે પૂર્વસંચિત કર્મયુક્ત જન્મે છે અને પછી પિતે ધાર્યું ન હોય તેવી રીતે સંચિત કર્મના પ્રવાહમાં તણાય છે. માણસની બુદ્ધિ સ્વાધીન નથી. પૂર્વોપાર્જિત સંસ્કાર પ્રમાણે જ તે પ્રવર્તે છે, માટે અદષ્ટ જ બધા કાર્યોનું કારણ છે.
કેઈ પુરુષવાદી પુરુષને ફક્ત કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે જેમ કળીયે બધા તાંતણા સરજે છે, જેમ ઝાડે બધા ફણગાઓ પ્રગટાવે છે તેમ ઈશ્વર જગતના સર્જન, પ્રલય અને સ્થિતિને કર્તા છે. ઈશ્વર સિવાય બીજું કશું જ કારણ નથી. જે કારણરૂપે બીજું દેખાય છે તે પણ ઇશ્વરને જે આધીન છે, તેથી બધું જ ફક્ત ઈશ્વરતંત્ર છે.
આ પાંચ વાદે યથાર્થ નથી, કેમકે તે દરેક પિતાના મંત ઉપરાંત બીજી બાજુ જોઈ શકતા ન હોવાથી અપૂર્ણ છે અને છેવટે બધા પારસ્પરિક વિધિથી જ હણાય છે. જ્યારે એ પાંચે વાદે પરસ્પર વિધીપણું છોડી, એક જ સમન્વયની ભૂમિકા ઉપર આવી ઊભા રહે છે ત્યારે તેઓમાં પૂર્ણતા આવે છે અને પારસ્પરિક વિરોધ જ રહે છે. એટલે તે યથાર્થ બને છે. એ સ્થિતિમાં કાળ, સ્વભાવ આદિ ઉક્ત પાંચે કારણેનું કાર્ય જનક સામર્થ્ય જે પ્રમાણસિદ્ધ છે તે સ્વીકારાય છે અને એ પ્રમાણસિદ્ધ કારણેને અ૫લાપ (અનાદર-નિષેધ) થતો નથી. (સન્મતિ તર્ક, તૃતીય કાંડ પૃ. ૫૩.) આત્મા વિષે નાસ્તિત્વ આદિ છ પક્ષનું મિથ્યાપણું અને
અસ્તિત્વાદિ છ પક્ષેનું સમ્યક્ષશું.” . “આત્મા નથી, તે નિત્ય નથી, તે કાંઈ કરતું નથી, તે