________________
[ 2 ]
શ્રી અરવિજયજી નિત્ય છે, સિદ્ધ છે, સુંદર છે, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય, અરૂપ—અમૂર્ત ઈત્યાદિ સ્વભાવવાળા પોતાના સ્વરૂપમાં રહેવું તે મોક્ષનું લક્ષણ છે, અર્થાત , અનંતજ્ઞાન, અનંતદશન, અનંત આનંદ, અનંતવીર્યવાળો અમૂર્ત સ્વરૂપ આત્મા પિતાના સ્વરૂપમાં રહે તે મેક્ષ છે. - આ આત્માની સ્થિતિને કે સંસિદ્ધ કહે કે નિવૃત્તિ કહે, કેઈ શાંતિ કહે, કઈ શિવ કહે, કેઈ અક્ષય કહે, કેઈ અવ્યય કહે, કેઈ અમૃત કહે, કેઈ બ્રહ્મ કહે, કેઈ નિર્વાણ કહે. એ બધા શબ્દોમાં ભેદ છે પણ વાત તે એકની એક જ છે. એ સર્વ મોક્ષને જ જણાવવાવાળા શબ્દો છે.
આ હકીક્ત સાંભળીને પુંડરીક મુનિનાં મનનું સારું સમા- ધાન થયું. ગુરુશ્રીએ જણાવ્યું કે આ સર્વ બાબતેનું સમાધાન બારમા દૃષ્ટિવાદ નામના અંગના અભ્યાસથી મળશે. પુંડરીક . મુનિએ અનુક્રમે તે દૃષ્ટિવાદનો અભ્યાસ કર્યો. તે ગીતાર્થ થયા એટલે ગુરુશ્રીએ તેમને આચાર્યપદે સ્થાપન કર્યા.
આચાર્ય શ્રી સમતભદ્રસૂરિ નિર્વાણ પામ્યા. પુંડરીકાચાર્યને પણ કેવળજ્ઞાન થયું. સાધ્વી મહાભદ્રા મહત્તરા અને સુલલિતા સાધ્વી પણ છેવટે નિર્વાણ પામ્યા. શ્રી ગર્ગમુનિ તથા સુમંગલાદિ સાધ્વીઓ દેવલોકમાં ગયા.
[ આ. પ્ર. પુ. ૩૨, પૃ. ૧૦૭]
-
-