________________
૩ર૭
મૃત્યુ માતાનું થયું એ દુ:ખદ ઘટના યદ્યપિ, તત્વજ્ઞ કુંવરજી કરે નિર્ણય હવે એ નિમિત્તથી; જન્મવું મરવું અનાદિની ઉપાધિ ટાળવી, એવા જીવનને જીવવાની જ્ઞાન-આજ્ઞા પાળવી. (૫) જે જીવ ઈચ્છે શિવને સંયમ વિના તે ના મળે,
એ વાત જે નિશ્ચિત છે તે ત્યાં પ્રમાદે શું વળે ? . બાવીસ વર્ષની વય વિષે ભરાવને સંચમ ગ્રહે, શાંતમૂર્તિ વૃદ્ધિચંદ્રજી શિષ્ય અષ્ટમ સંગ્રહે. (૬) જેન-દર્શન–સંયમે છે ત્યાગ દુન્યવી - નામને, તેથી “કુંવરજી” માં થયે આપ “કપૂર નામનો બાલબ્રહ્મચારી મુનિ કપૂરવિજયજી ધન્ય છે ! શાંત, દાંત, તપસ્વી ધ્યાનમગ્ન મુનિને ધન્ય છે ! (૭) દીક્ષાતણા જયનાદથી શ્રી જૈનદર્શન ગાજતું, કેવલ સુધારક વર્ગના સ્વાસ્થંઘને ના ફાવતું; કલ્યાણકારી માર્ગમાં કાંટા બૌછાવે બાપડા, જૈનશાસન વિજયધ્વજ તો વિજયવંતે સર્વદા. (૮) કરમાં ધરીને કલમને સાહિત્ય જીવનભર લખ્યું, અન્ય મુનિગણથી વિચારે ભિન્ન જ્યાં તે પણ લખ્યું વર્ષ છેતાલીસ દીક્ષા પાળી સ્વર્ગ સંચરે, અદશ્ય એ સ્થૂલદેહથી સાહિત્યથી પ્રત્યક્ષ છે. (૯)
ભીખાભાઈ છગનલાલ શાહ
મુંબઈ