________________
સન્મિત્ર મુનિ શ્રી કરવિજયજી
સંક્ષિપ્ત જીવન-કાવ્ય. (જયંતિ પ્રસંગ માટે રચાયેલું)
હરિગીત છદ. સૌરાષ્ટ્ર સુંદર દેશ શ્રી શત્રુંજયાદિ તીર્થ જ્યાં, ઇતિહાસમાં પ્રખ્યાત સ્થલ શ્રી નગર વલ્લભીપુર ત્યાં અમચંદ લક્ષ્મીબાઈ દંપતી પુણ્યવંતાં ત્યાં વસે, જિનપિંજના સામાયિકાદિ શ્રાદ્ધ ઍવને ઉલસે. (૧) સંતાનમાં પુત્રી પ્રથમ પછી પત્રકેરે જન્મ છે, જેની જયંતિ આજ છે તે પુણ્યવંતા પુત્ર એક માતા પિતા અભિયાન રાખે “કુંવરજી” એ કુંવરનું, બાલ્યવય ચેષ્ટિત આકર્ષે બધાને કુંવરનું. (૨)
ગ્ય વયને પામીને શાળાતણું શિક્ષણ લહે, સંસ્કારનું ગૌરવ અહો ! સંસ્કારી જીવન નિર્વહે;
પુત્ર લક્ષણ પારણે એ કથન સૂચન સત્ય છે, કરણી કુંવરજીભાઈની દષ્ટાંતમાં પ્રત્યક્ષ છે. (૩) વ્યાખ્યાન વૃદ્ધિચંદ્રજીનાં ભાવનગરે સાંભળી, સંસાર જાણી અસાર વૈરાગ્યે સહજ વૃત્તિ વળી; સંત તેને જાણીએ ભવ-અંતનો ઉપદેશ દે, જીવન પરિવર્તન કરાવી ટાળતા ભવકલેશને.. (૪)