________________
લેખ સંગ્રહ : ૪ :
'[ ૩૦૭ ] શુદ્ધિ સાચવવા માટે ચીવટભરી લાગણી રાખવાની અનિવાર્ય જરૂર છે. એ દરેક શુદ્ધિ દરેક શ્રોતાઓના હદયમાં ખાસ કરીને ઘર કરી જવી જોઈએ.
સાતે શુદ્ધિ સમાચરી, કરીએ નિત્ય પ્રણામ. એ વચનથી શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ–સંઘ-તીર્થ (જંગમ અને સ્થાવર)ની સેવા-ભક્તિનો લાભ મેળવવા ઈચ્છનાર દરેકે દરેકને એ સાતે શુદ્ધિ ઉપર ખાસ લક્ષ્ય રાખી, તેને સાચવવાની, તેને અમલમાં મૂકવાની ખાસ જરૂરત છે. એ સાતે શુદ્ધિ રાખવા માટે દરરોજ સામાન્ય ઉપદેશ અપાતો રહે કે જેથી શ્રોતા
જનોના હદયમાં તેની પ્રેરણા સતત મળ્યા કરે તેમ જ તેમના - વ્યવહાર અને ધાર્મિક જીવનમાં શુદ્ધ પરિવર્તન થતાં રહે અને
જે અશુદ્ધતા ઘર ઘાલીને પડી છે તેને સુધારવા પ્રયત્ન થાય. - દરેક ગામ, નગરમાં વિચરતા અને ચાતુર્માસ રહેલા સાધુજન પાસેથી એવા તલપશી સદુપદેશની શ્રોતાજને જરૂર આશા રાખે. સાધુજનો તે સમયના જાણ જ હોય, તેથી સમયને બંધબેસે તે ગૃહસ્થગ્ય હિતોપદેશ જ આપે. તેની સચોટ અસર શ્રોતાજને ઉપર ભાગ્યે જ થયા વગર રહે.
૨. શરીર-આરોગ્યતાના જરૂરી નિયમ પાળવા. - જૈન સમાજમાં મોટા ભાગની વસ્તી માંદલી–રોગીષ્ટ રહે છે, કારણ કે આરોગ્ય સાચવવાના જરૂરી અને સ્વાભાવિક નિયમોને બરાબર જાણીને તે બધાને કિયામાં મૂકવાની ભાગ્યે જ કેાઈ દરકાર રાખતા હોય છે . આ સંબંધમાં કુલના શિક્ષણ ઉપરાંત દરવર્ષે પર્યુષણના