________________
લેખ સંગ્રહ : ૪ ઃ
[ ૩૦૫] પવિત્ર આજ્ઞાની અવગણના કરી ગમે તેટલે બાહા પૂજા-ભક્તિને આડંબર કરીએ તે નિષ્ફળ કહે છે, માટે તેમની આજ્ઞાને અનુસરવા અધિકાધિક લક્ષ્ય રાખવું.
પાત્રતા વગર ખરી વસ્તુની પ્રાપ્તિ થતી નથી, તેથી પાત્રતા મેળવવા માટે ધર્મરત્નની પ્રાપ્તિ જરૂરની છે. તેને મેળવવા પ્રથમ પ્રયત્ન કરે જોઈએ. મન, વચન, કાયા અથવા વિચાર, વાણું ને વર્તન(આચાર)માં વિરોધ ન આવે તેવી રીતે આપણે સરલ વ્યવહાર રાખવો જોઈએ. જે આપણા વિચાર, વાણી ને આચાર સરલ-રૂડી એક્તામય હોય તો સ્વપરને વિરોધ નષ્ટ થાય અને સારો લાભ થવા પામે.
સહુને આત્મ સમાન ગણું આપણા કુછ સ્વાર્થની ખાતર કેઈને દુઃખ થાય કે પ્રતિકૂળતા ઉપજે એવું વર્તન–આચરણ ન કરવું જોઈએ. સત્યાગ્રહી બનવું. પ્રાણાંત કષ્ટ આવે તો પણ સત્ય માર્ગથી વંચિત–ચલિત ન જ થવું.
પ્રમાણિક બનવું–પ્રાણાંતે અન્યાય-અનીતિથી દૂર જ રહેવું સુશીલ રહેવું-શીલ-બ્રહ્મચર્યને પ્રાણથી અધિક કિંમતી ગણવું.
સંતોષી જીવન ગાળવું. માયા–મમતા, છળ-કપટ, વિષયતૃષ્ણાદિકને તજી, આત્મા ઉન્નત–ઉચગામી થાય તેવી સાદાઈ આદરર્વી. મમ્મણ શેઠ કેમ નિંદાપાત્ર થશે? (અતિશય લેભથી.) પણિ શ્રાવક પ્રશંસાપાત્ર કેમ થયા? (સંતોષવૃત્તિથી.)