________________
[ ૩૦૪ ]
શ્રી કપૂરવિજયજી
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યપ્ચારિત્રનુ યથાવિધ આરાધન જેવા કાઇપણુ સદ્યમ નથી, તેમાં સહુ કોઇ પ્રયત્નશીલ થાએ એવી શુદ્ધ વિમળ મતિ જાગે !
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૮૩ ]
વિજયાનંદસૂરિ( શ્રીમદ્ આત્મારામજી મહારાજ )ની જયંતિ પ્રસંગે કરેલ વ્યાખ્યાનના સાર
પવિત્ર કરીજે રે છઠ્ઠા તુઝ ગુણે, શિર વહીએ તુઝ આણ; મનથી કહીએ રે પ્રભુ ન વિસરિયે, લહીએ પરમ કલ્યાણુ, શ્રી સીમ’ધર૦
શુદ્ધ દેવગુરુની સેવા, ભક્તિ કરી તેની સફળતા ઈચ્છનારા ભાઇ-બહેનાએ શ્રીમદ્ યશેાવિજયજી ઉપાધ્યાયજી મહારાજના ઉપરના ખેલ ખરાખર વિચારી તેનેા યથાશક્તિ આદર પ્રમાદ રહિતપણે કરવા જોઇએ.
દેવ અને ગુરુને આપણા પરમ ઉપકારી ગણી તેમની સેવા-ભક્તિ–આરાધના કરવી જોઇએ. શુદ્ધ દેવ-ગુરુના સદ્ગુણાનો સ્તવના–સ્તુતિ કરવાથી આપણી જીભ પવિત્ર થાય છે; અર્થાત્ જીભને પવિત્ર કરવી હોય તે મુખથી તેમના ગુણાનુવાદ ગાવા જોઇએ, તેમ તેમની નિ:સ્વાર્થ ભરી એકાન્ત હિતકારી આજ્ઞાને શિરસાવદ્ય કરવી—મસ્તકે ચડાવી, મન-વચનકાયાથી તેનું પાલન કરવા યથાશક્તિ પ્રયત્ન કરવા જોઇએ. તેમના અમાપ ઉપકારાને લગારે ભૂલીએ-વિસારીએ નહિં, તે જરૂર આપણું હિત સહેજે સાધી શકીએ. તેમની હિતકારી