________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૮૭ ] અવસરે-વખતે આ અપૂર્વ લાભ જરૂર હાંસલ કરતાં રહેવું જોઈએ. તેમાં જે અપૂર્વ ભાવ જાગે તે તેને ટકાવી રાખવા સાવચેત થવું જોઈએ-રહેવું જોઈએ. તેવા અપૂર્વભાવ કે ધ્યાનની ધારા અખંડિત રાખવા માટે સામાયિકને સમય બને તેટલો લંબાવવો જોઈએ અને સમતાને ટકાવી રાખવા કે વધારવા માટે અધિક હિતકર આલંબનનું સેવન કરવું જોઈએ.
મનવચન-કાયાથી લાગતા દોષથી બચવા અને તેમાં પવિત્રતા દાખલ કરવા પ્રબ કાળજી રાખવી જોઈએ. મનને સમતારસથી સ્થિર કરી પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી જાણતા-અજાહતાં, થતાં કે થયેલાં પાપથી યત્નપૂર્વક પાછા ઓસરવું–પાછા ફરવું–હઠવું અને ફરી સાવધાન બની પાપ ન કરવું તે પ્રતિકમણ કહેવાય છે. * *
પ્રતિક્રમણ સૂત્રોનું રહસ્ય સમજવાને અને તેમાં આવતા આવશ્યકોને પરમાર્થ જાણવાને જરૂર પ્રયત્ન કરો, અને લક્ષપૂર્વક આળસ–પ્રમાદ તજી તેનો લાભ લે. તે જ ભાવઆવશ્યક કહેવાય છે. આજકાલ ઘણે સ્થળે અવિધિ અને અજ્ઞાન દેષ વધારે જણાય છે, વિધિ અને સમજણનો આદર ઓછો થતો જાય છે તેમાં પણ સુધારો કરવાની ખાસ જરૂર છે.
જેની પાઠશાળા અને કન્યાશાળા વગેરે વધ્યાં છતાં ધર્મકરણ કરનારની સંખ્યામાં ભાગ્યેજ વધારે જોવાય છે, કારણ કે જ્યાં વ્યવહારુ શિક્ષણ પણ ખામીભરેલું, રસવગરનું અને કાર્યસાધક એાછું અપાય છે ત્યાં ધાર્મિક શિક્ષણની વાત ક્યાં કરવી ? ગોખણપટી માત્રથી વધારે સારું પરિણામ ભાગ્યે જ આવે. વિધિરસિક સહૃદય શિક્ષકો તેમાં જરૂર સુધારો કરી શકે.