________________
લેખ સંગ્રહ : ૪ :
[ ર૬૩ ] ૨. આત્મા નિત્ય છે: બાળકને સ્તનપાનવાસના પૂર્વભવના અભ્યાસથી થવા પામે છે. દેવ–મનુષ્યાદિક તે તેના અનિત્ય પર્યા છે. ગમે તે ગતિમાં કર્મવશ જતાં આત્મદ્રવ્ય અનુચુત રહે છે. પિતાના જ્ઞાન-દર્શન–ચારિત્ર પ્રમુખ ગુણે પણ શક્તિરૂપે બન્યા રહે છે, એટલે દ્રવ્યથી આત્મા અવિચલિત અને અખંડિત સમજાય છે.
૩. આત્મા કર્તા છે –અશુદ્ધ વ્યવહારથી તે વિવિધ કર્મોને કર્તા છે અને શુદ્ધ વ્યવહાર, નિશ્ચય નય)થી તે તે જ્ઞાનાદિક નિજ ગુણેને જ કર્તા છે.
૪. આત્મા ભેતા છે–વ્યવહારથી પુણ્ય-પાપફળને. ભક્તા છે અને નિશ્ચય નયથી જ્ઞાન–ચારિત્રાદિક સ્વગુણોને. ભોક્તા છે.
પ. મેક્ષ છે જ્યાં અચળ અને અનંત સુખનો વાસ છે એવું મોક્ષપદ છે. જ્યાં કશી આધિ, વ્યાધિ કે ઉપાધિ અંશમાત્ર નથી એવા મેક્ષસ્થાનમાં સર્વોત્તમ સ્વાભાવિક સુખ વત્ય કરે છે.
દ. મોક્ષપ્રાપ્તિને ઉપાય પણ છે–જ્ઞાન અને સંયમ અથવા જ્ઞાન-દર્શન–ચારિત્ર એ ઉક્ત મેક્ષસુખ પ્રાપ્ત કરવાનો અમેઘ–સફળ ઉપાય છે. માત્ર જ્ઞાન કે કેવળ ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી; બન્નેના સહાગથી જ મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. પંગુ-પાંગળા અને અંધ-આંધળાના દષ્ટાંતે જ્ઞાન વગરની ક્રિયા અંધ જેવી અને ક્રિયા વગરનું એકલું જ્ઞાન પંગુ-પાંગળા જેવું અર્થ ક્રિયાકારી નહીં હોવાથી નિષ્ફળ લેખાય છે, તેથી જ મેક્ષાથીએ જ્ઞાનક્રિયા ઉભય આરાધવાની ખાસ જરૂર છે. તે
[આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૦૨.૩