________________
લેખ સંગ્રહ : ૪ :
[ ર૬૧ ] અર્થનું પ્રયોજન અને અર્થ ઉપાર્જન કરવાની દિશા.
ગૃહસ્થાશ્રમમાં વર્તતા ભાઈ–બહેનોને ગૃહતંત્ર ચલાવવા, તેમ જ બની શકે તેટલે તે દ્વારા પરમાર્થ સાધવા અર્થ—દ્રવ્ય ઉપાર્જન કરવાની જરૂર પડે છે. દ્રવ્ય ઉપાર્જન કરવા નીતિના ધોરણે ચાલવાથી અનેક જાતના લાભ થાય છે અને અનીતિના માર્ગે ચાલવાથી અનેક પ્રકારના ગેરલાભ થવા પામે છે. પ્રથમ નિશ્ચય કર જોઈએ કે ધર્મ—નીતિને અનુસરી તેનું રક્ષણ અને પિષણ થાય તેવી રીતે વ્યવસાય કરે અને તે વડે દ્રપાર્જન કરવું, એથી વિરુદ્ધ વર્તન ન કરવું. સુખપ્રાપ્તિને એ સરલ માર્ગ છે, કેમ કે એ રીતે વર્તતાં પ્રાપ્તદ્રવ્યથી સ્વકુટુંબપિષણાદિક જીવનનિર્વાહ કરવા ઉપરાંત જે કંઈ બચવા પામે તેથી અથાગ્ય પરમાર્થ કરી, પરભવસુધારણા પણ કરી શકાય છે, પરંતુ જે ધર્મ–નીતિને વિસારી અનીતિ-અન્યાયથી અર્થ–પ્રોપાર્જન કરવામાં આવે છે તો એવા દ્રવ્યથી અંતે અનિષ્ટ પરિણામ આવે છે. એવું અનીતિનું દ્રવ્ય લાંબે વખત ટકી શકતું નથી, તેનાથી ખરું સુખ ભોગવી શકાતું નથી તેમ જ તેનાથી પરમાર્થ સાધવા જેવી બુદ્ધિ પણ સૂઝતી નથી. પરિણામે આ ભવ તેમ જ પરભવ બન્ને એળે ગુમાવવા જેવું બને છે એમ સમજી, સંતોષવૃત્તિ ધારીને થોડું ઘણું પણ નીતિના માર્ગે જ દ્રવ્ય ઉપાર્જન કરવાનું ધોરણ રાખવું. એ જ માર્ગાનુસારી પણાનું પ્રથમ પગથિયું છે.
[આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૧૮.]