________________
[ ૨૫૦ ]
શ્રી કપૂરવિજયજી સાધન કરી જે આત્મહિત સિદ્ધ થતું હોય તો તે મૂઢ આત્મા! તું તેને અર્થે શા માટે સફળ પ્રયત્ન કરતો નથી?
૩. જે માણસ અન્યથા અનુપયોગી છે એવા આ દેહ તરફ મમત્વ રાખી ધર્મસાધન કરતા નથી તે ખરેખર મૂઢ આત્મા કહેવાય છે, માટે જ દેહમમત્વ તજી સહુએ દેહવડે બનતું ધર્મસાધન કરવું જોઈએ.
* [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૫.]
બોધવચને ૧. આહારે રચવા , સ્પષ્ટતા કુલી ! આહાર અને વ્યવહારમાં સ્પષ્ટ–નિખાલસપણે બાલી પોતાનો આશય જણાવનાર સુખી થઈ શકે છે.
અન્યથા હાજી હા કરનાર અથવા મીઠું મીઠું બોલનાર પિતાને આશય ગુંગળાવી સ્વપરને હાનિરૂપ થાય છે.
૨. “ચિહ્ય જ પશ્ચ0 વત્તા શ્રોતા જ દુર્રમ ” કડવું પણ હિતકારી વચન કહેનાર ને સાંભળનાર બને દુર્લભ-કેઈક જ હોય છે. “કડવું ઓસડ મા પાય” એવું સમજનાર, કટુક પણ પરિણામે હિતકારી વચનને મોઢું બગાડ્યા વગર સાંભળનાર અને અણછુટકે એવું કહુક પણ પથ્થરૂપ વચન કહેનાર કેઈ વિરલા હોય છે. બહુધા તે હાજી હા કરનારા અથવા પરિણામે દુઃખકારક છતાં મીઠું મીઠું બોલનારા વધારે મળી આવે છે એ ખેદકારક વાત છે.