________________
[ ૨૪૦ ]
શ્રી કપૂરવિજયજી બેધદાયક વચનો. ૧. તન અને મનની કોઈ પણ શક્તિને સદુપયોગ તે સગુણ અથવા પુણ્ય છે અને તેનો દુરુપયોગ કે ક્ષય તે દુગુણ અથવા પાપ છે.
૨. આપણને એવી જાતના શિક્ષણની જરૂર છે કે જેનાથી આપણું ચારિત્ર બંધાય (નીતિ-રીતિ સુધરે), માનસિક બળને વધારો થાય, બુદ્ધિ વિશાળ બને અને જેના ગે માણસ પોતાના જ પગ ઉપર ઊભા રહી શકે–સ્વાશ્રયી બને.
૩. આપણી માતૃભૂમિના કલ્યાણ માટે તેના કેટલાક બાળકેએ પવિત્ર બ્રહ્મચારી અને બ્રહ્મચારિણીઓ થવાની તેનાથી ખાસ જરૂર છે.
૪. આ દેશમાં ભાષણોથી કંઇ જ વળે તેમ નથી. આપણા ભણેલા દેશીઓ (કદાચ) તે સાંભળશે ને બહુ તો તાળીઓ બજાવી “શાબાશ ! ઠીક કહ્યું ”ના પિોકારો કરી પિતાને આનંદ જણાવશે એટલું જ માફ. ઘેર જઈને તે સાંભળેલું તમામ ખલાસ.
૫. આપણને જેની ખાસ જરૂર છે તે થોડાક તરુણ યુવકોની છે કે જેઓ પોતાના દેશબંધુઓને માટે સઘળું જ ત્યાગી દે અને વખત પડે ત્યારે ભેગ આપવા પણ તત્પર થાય; માટે પ્રથમ તો આપણે એમનાં જીવન ઘડવાં જોઈએ. ત્યારપછી તેના દ્વારા ખરા કામની આશા રાખી શકાય.
૬. જે દેશના લોકોને પેટપૂરતું ખાવાનું સુદ્ધાં મળતું નથી તે લેકે ધર્મને કેવી રીતે ને કયાંથી આચરી શકે ? A (પટને ખાડે પૂરાયા વાર ધર્મ-કર્મ કયાંથી સુઝે)?