________________
I
!
લેખ સંગ્રહ : ૪ :
[ રર૭ ] કસ્તુરી જેવા પદાર્થો વડે લેપન કર્યું હોય તો પણ તે ડુંગળીની સ્વાભાવિક દુર્ગધ દૂર થઈ શકતી જ નથી, કારણ કે તેમાં રહેલી દુર્ગધ તેના હાડેહાડમાં વ્યાપી રહેલી હોય છે. * ઉપરના ઉપનયવાળા દષ્ટાન્તથી નિરાશ નહીં થતાં સાચા દિલથી મલિન વાસના કાઢવાને સતત પ્રયાસ કરવામાં આવે અને શુભ પવિત્ર ભાવનાનું સિંચન ચાલુ રહે તે મલિન ભાવનાનું જોર ઘટતાં ધીરે ધીરે તે નષ્ટ થશે અને અંતે
પવિત્ર–શુભ ભાવના વધશે. - શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજે પ્રથમ જિનેશ્વરના સ્તવનમાં કહ્યું છે કે – પ્રીત અનાદિની વિષભરી, તે રીતે તે કરવા મુજ ભાવ; કરવી નિવિષ પ્રીતડી, કીણ ભાંતે હે કહે બને બનાવ ?
ઋષભ જિર્ણોદશું પ્રીતડી. પ્રીત અનંતી પરથકી, જે તેડે હો તે જે એહક પરમપુરુષથી રાગતા, એકતા હે દાખી ગુણગેહ.
- ઋષભ જિર્ણોદશું પ્રીતડી. પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ દેવચન્દ્રની સેવના, આપે મુજ હો અવિચલ સુખવાસ.
ઋષભ જિર્ણોદશુ પ્રીતડી. ઉપરના સ્તવનમાંના ઉદ્દગારે તેના ખાસ અર્થ–ભાવાર્થરહસ્ય સાથે સમજી જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવાથી ઘણો લાભ થવા સંભવ છે.
[આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૨૦.]