________________
[ રર૬ ]
શ્રી કરવિજ્યજી થતો નથી એ જ મેટો ભય છે. આપણી ફરજ સગુણોમાં સંપૂર્ણ રીતે આગળ વધવાની છે.
[ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૩૦૫. ]
પ્રમાદ-વિષય. આ લેકમાં જે વિષયસુખ છે તે આપાતરમ્ય (ભાગવતાં સારાં મધુર) લાગે તેવાં છે પરન્ત પરિણામે તે વિરસકટુક-કિપાકનાં ફળ જેવાં નિવડે છે. જેમ ખરજ ખણતા તો મીઠી લાગે છે પણ પાછળથી તે ભારે પીડા ઉપજાવે છે. જેમ મધ્યાહ્ન સમયે ઝાંઝવાનાં જળ બેટી ભ્રાન્તિ ઉપજાવે છે તેમ વિષયસુખ માટે સમજવું. તેમાં આસક્તિ (રાગ, દ્વેષ) કરવાથી જીવને અનંતા જન્મ-મરણનાં દુઃખ વેદવાં–જોગવવાં પડે છે. વળી વિષયસુખ ક્ષણિક-ક્ષણવિનાશી છે અને એક બિન્દુ માત્ર છે, જ્યારે મોક્ષનાં સુખ અક્ષય, અનંત અને અવિનાશી છે.
[આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૫]
મલિન વાસના-ભાવનાનું બળ તોડવા પ્રયત્ન
આપણા હૃદયમાં જ્યાંસુધી મલિન વાસના-ભાવના ભરી છે અને તે દૂર કરવા પૂરતો પ્રયત્ન નહીં કરાય ત્યાંસુધી તેમાં શુભ ભાવના પેદા થઈ શકશે નહીં. જુઓ, ડુંગળી ઉગાડવા માટે કપૂર જેવા સુગંધી પદાર્થોનું ખેતરમાં ખાતર નાંખી, તેને ગંગા નદીના ચેખા જળવડે સોનાના કળશેથી સિચન કર્યું હોય, વળી ડુંગળી ઊગતાં તેના પાંદડાને ચંદન અને