________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૨૧ ] ખરી પવિત્રતા. વિચાર, વાણી અને આચરણ–વર્તનમાં રહેલી મલિનતાવિષમતા, વિપરીતતાદિક ખામીઓને દૂર કરી તેમાં સભ્યતાસરલતાસત્યતા કહે કે એકતા કહો તે આવે, રહેણી-કહેણી શુદ્ધ-અવિસંવાદી બનવા પામે અને આત્માભિમુખતા સચવાય તે ખરી પવિત્રતા જાણવી.
પવિત્રતા આદરવી–રાખવી આત્માથી જનેને બહુ જરૂરી છે, કેમ કે ઉક્ત પવિત્રતા સેવવામાં થતા પ્રયત્નનાં પ્રમાણમાં આત્મિક બળ વધે છે, અને તેમાં જેટલી જેટલી ખામી રહે છે–એટલે વિચાર, વાણી અને વર્તન–આચરણ જેટલાં જેટલાં મલિન રહે છે, તેટલી તેટલી મુશ્કેલીએ આત્મવિકાસના માર્ગમાં નડતી રહે છે.
ઉક્ત પવિત્રતા કેળવવા અને વધારવા આત્માથીં જનેએ ખૂબ પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. એથી અનુક્રમે સર્વ કલ્યાણ સંભવે છે.
ઉક્ત પવિત્રતા કેળવવા અને વધારવા માટે જેમ બને તેમ વિચાર, વાણું અને આચારને વિવેકપૂર્વક સુધારવા ગ્ય પ્રયત્ન જાતે જ સેવ, તથા શિષ્ટ જનોને સમાગમ ઉક્ત લક્ષથી કરવો. એમ કરવાથી અનુક્રમે સાચી પવિત્રતાની પ્રાપ્તિ અને પુષ્ટિ થવા પામશે.
[ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૧૬.]