________________
( ૨૩ ) ૧ મોતીચંદગિરધરલાલ કાપડીઆ : વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. ૫ હીરાભાઈ રામચંદ મલબારી. ૩ મોહનલાલ દીપચંદ ચેકસી. ૬ નત્તમદાસ ભગવાનદાસ શાહ
૭ રાજપાળ મગનલાલ વોરા વ્યવસ્થાપક સમિતિએ નરોત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણૂક કરી છે અને બેંક ઓફ ઈંડિયામાં પૈસા રાખવાની ગોઠવણ કરી છે. શેઠે કાંતિલાલ ઈશ્વરલાલ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દીપચંદ ચોક્સી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતું ખોલ્યું છે.
શ્રી રવિજયજી લેખસંગ્રહનું પ્રેસ કેપી અને સંશોધનનું કામ માસ્તર લક્ષ્મીચંદ સુખલાલ શાહ કરે છે. - સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજના જે લેખ “શ્રી જૈનધર્મપ્રકાશ” માં, “શ્રી આત્માનંદપ્રકાશ” માં, જૈન” પત્રમાં અથવા બીજા પત્રમાં આવ્યા હોય તે સર્વનો સંગ્રહ કરીને એક લેખસંગ્રહ બહાર પાડવે. તે પ્રમાણે સંવત ૧૫ ના ભાદરવા શુદિ દસમે પહેલે ભાગ બહાર પડ્યો હતો. તે પછી બીજો ભાગ સંવત ૧૯૯૬ ના પોષ શુદિ ચેાથે બહાર પડ્યો હતો. ત્રીજો ભાગ સંવત ૧૯૯૬ ના અશાડ શુદિ ને બહાર પડ્યો હતો અને આ ચે ભાગ આજે બહાર પડે છે.
સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મફત આપવી અને તેથી ઓછું ભરનારને અધી કિંમતે એટલે પડતર કરતાં પા કિમતે આપવી. સામાન્ય જૈન ભાઈ, જેણે કંઈ ભર્યું ન હોય, તેને અહીં કિંમતે આપવી. આ ઉપરથી જોઈ શકાશે કે આ સમિતિને ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્યમાં બની શકતી રીતે વધારે કરવાનું છે.