________________
[ ૨૦૨ ]
શ્રી કપૂરવિજયજી વાચક કલ્યાણવિજયજીના શિષ્ય વાચક ધનવિજયજી નામના અણગારે–મુનિવરે આ શતકની રચના કરી છે, તેમાંથી ખપીજને ગમત સાથે જ્ઞાન પ્રાપ્ત કરો !
[ આત્માનંદ પ્રકાશ પુ. ૨૬, પૃ. ૧૪-૩૬-૬૦ ].
રોગપ્રદીપન ભાષાનુવાદ. ૧. હે ભવ્યાત્મા! જ્યાં સુધી તે રેગથી ન ઘેરાય, જરા અવસ્થા આવી ન પહોંચે અને આયુષ્ય આબાદ હોય–ક્ષીણ થઈ ન જાય ત્યાં સુધીમાં તું કલ્યાણ સાધી લે.
૨. વર્તમાન સ્થિતિ કયા કારણથી પ્રાપ્ત થઈ છે? હવે પછી કઈ ગતિમાં ગમન કરીશ? કઈ ગતિમાંથી અત્યારે આવવું થયેલ છે? કે મારા ઉપકારી બંધુ છે ? અને હું કોને કેને ઉપકારી થઈ આલંબન આપી શકું છું? ” એ રીતે આત્મચિન્તવન કરવું જોઈએ.
૩. કલ્યાણના અથી જી તીર્થસેવાને ઈચ્છે છે ખરા, પરંતુ લેશના કારણરૂપ થવા પામે એવાં તીર્થોવડે શું ? શરીર મધ્યે રહેલું ધર્મતીર્થ સમસ્ત તીર્થથી અધિક છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ધર્મથી પવિત્ર આત્મા સર્વોપરી સત્ય ભાવતીર્થ છે એમ મહાપુરુષનું કથન છે.
૪. “આ તીર્થ છે” “આ તીર્થ છે” એમ જાણી જે ફર્યા કરે છે તે જ્ઞાન–ધ્યાન વગરના રહી જાય છે. પવિત્ર તીર્થ ભૂમિમાં જઈને પણ જ્ઞાન-ધ્યાન, વ્રત-નિયમનું સેવન કરી, તેમાં વધારો કરવા ખાસ પ્રયત્ન આદરવો જોઈએ; નહીં તે વિવેક