________________
( ૨૧ ) વળી જે જગ્યાએ તેઓશ્રીને વિહાર થતા હતા ત્યાંના વતનીઓને કોઈ પણ પ્રકારને ખર્ચ તેઓના નિમિતે થાય તેવું કરતા નહિ.
તેઓ આત્માર્થી રહી બીજાઓને આત્માના જ્ઞાન તરફ લઈ જવા બહેનો અને ભાઈઓને પ્રેરણું કરતા. તેઓ બાલબ્રહ્મચારી હતા. જ્ઞાનપૂર્વક ક્રિયાપણું તેઓમાં વિશેષ હતું, તેથી કરીને જ્ઞાન પામતા અને ક્રિયા કરતાં તે બેઉની ઉપર તેઓની પ્રમોદવૃત્તિ તરી આવતી. * તેઓ સત્યપ્રિય અને નિર્દભ હતા. હૃદયમાં સરળ હોવાથી બીજાઓને પણ તેવા સમજતા. ગુણદષ્ટિ એ તેમનું લક્ષ હતું. દેષ સાંભળવામાં કંઈક બહેરા લાગતા હતા અને કહેવામાં તે મૂંગા જ હતા.
જૈન ધર્મ ઉપર તેમની અડેલ પ્રીતિ હતી. અને એ જ જાણવા ગ્ય છે તેમજ એ પ્રમાણે જીવન ઘડવાનું છે એવી જ તેમની અટલ શ્રદ્ધા હતી. બીજા ધર્મની કે બીજા દર્શન વિષે ચર્ચા કે વાદવિવાદમાં તેઓશ્રી નહિ પડતા. આદર્શ સાધુ હોવાથી ખરેખર તેઓ આચાર્ય હોવા જોઈએ. પરંતુ તેઓનો નિર્મોહ તેમને તેમ થવા દેતા નહિ. વૈરાગ્ય, તપ અને વ્રત એ જ જાણે જીવન હોય તેવું એમને જોતાં કેઈને પણ માલૂમ પડી આવતું.
લાલનના તે યુવાવસ્થાના મિત્ર હતા અને મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પૂર્વે તેની તૈયારી કરવા લાલનને ઘેર રહીને જ અભ્યાસ કરતા. તેમના શ્રાવક અવસ્થાના સ્નેહનો અને તેમની સાધુ અવસ્થાને વારંવાર પરિચય લાલનને મળેલ હોવાથી ઘણા અકથ્ય લાભ થયા હતા અને હજું પણ થયા કરતા હોય એમ જણાય છે. - આ તેઓશ્રીને લેખસંગ્રહ તેમના અક્ષરજીવનને ફેટો છે.
અમદાવાદ તા. ૯-૮-૪૦
ઈ
વીરનંદી ફતેહચંદ કપૂરચંદ લાલન. '