________________
arlEr
ובתכתבתכתבכתבתכתבתכתבתב
L
R ઉદઘાત .
પERIFIERSINHBISHEHERE પૂ. મહારાજ શ્રી કર્ખરવિજયજી જૈન સમાજમાં બહુ જ સારી રીતે પ્રખ્યાતિ પામેલા હતા. અને જે લેકે ન જાણતા હોય તેઓને પણ તેઓશ્રીના આ લેખસંગ્રહથી તેઓ કેવા હતા તેનું આબેહૂબ ચિત્ર માલુમ પડશે, કારણ કે જેમ આંગ્લ કવિ એમર્સન કહે છે તેમ –
"Man does not speak but he exposes himself." અર્થાત મનુષ્ય બલત (લખતો) નથી પરંતુ તે યથાર્થ કેવો છે તે જગતને જાહેર કરે છે. એટલું જ નહિ પરંતુ તેઓનું આગામી જીવન પણ કેવું હશે તેની યથાર્થ રૂપરેખા તેઓના લેખસંગ્રહમાં દેરાયેલી જેશે.
તેઓ ગુણદષ્ટિ હતા અને સર્વમાં એવી ભાવના તેઓની હતી કે, સૌ ગુણવાન થાય. તેઓશ્રી જે બોલતા અને જે માનતા તેવું જ લખતા; અને પિતાના તેમ જ બીજાના લેખો દ્વારા જગતને સારું શું અપાય એવા સાહિત્યને ફેલાવો કરતા.
સાધુજીવન પણ તેઓશ્રીનું એટલું બધું સાદામાં સાદું હતું કે, તેઓ સાધુઓમાં જીવનપરિપાટીના આદર્શ હતા. અને સાધુઓએ કેમ વર્તવું જોઈએ તે કહેવા કરતાં પણ પિતાના વર્તન દ્વારા દેખાડતા હતા.
તેઓને પિતાનાં પુસ્તક ઉપર પણ મેહ નહિ હતો અને તે પુસ્તકો સર્વનાં કે જેને જોઈતા હોય તેઓનાં છે એમ માનતા અને તે પ્રમાણે વર્તતા. જાણવા પ્રમાણે તેઓ ખાદી જ પહેરતા અને વ્યાખ્યાન અવસરે પણ ખાદીના ચંદ્રવા, પુઠીયા હોય ત્યાં વ્યાખ્યાન વાંચતા એ અનુભવ. આ લેખકને ભાવનગરમાં થયો હતો.