________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૯૩ ] ' ૩૫. પ્રથમ તે બુદ્ધિહીન અને અહંકારથી વ્યાપ્ત હોય તેની દશા અત્યંત ચપળ વાનરને વીંછી કરડ્યા જેવી જાણવી.
૩૬. પ હીનજાતિ અને કેાધવડે અંધ બનેલા માણસને ઉકરડામાં રહેલા ઊંટ જેવો હલકે જાણવો.
૩૭. જે સ્વશાસ્ત્ર પ્રમાણથી સિદ્ધ થયેલા હિંસાધર્મને દયાધર્મ કહે છે, તેનું વચન પિતાની માતાને વાંઝણી કહેવા સરખું વૃથા છે.
૩૮. રાજા પિતે અનીતિ કરે તો પછી પ્રજાની શી ગતિ? આચાર્ય પિતે અકાર્ય કરે તો પછી શિષ્યની શી ગતિ?
૩૯ શ્રી જિનેશ્વરદેવનું આરાધન મેક્ષને માટે થાય છે અને વિરાધન સંસારભ્રમણને માટે થાય છે તે જ સત્યોક્તિ કહેવાય છે.
૪૦. અનેક પ્રકારના તપ કર્યા છતાં અજ્ઞાની જીવની સિદ્ધિ થતી નથી, જેમ દહીંને ઘૂળતાં અંધને માખણ-પ્રાપ્તિ થતી નથી.
૪૧. જેમ કુપુત્ર અનાયાસે ઘરમાંથી બહાર નાસી જાય, તેમ સદભાગ્યના યોગથી ઓષધોપચાર વગર જ વ્યાધિ લયનાશ પામી જાય છે. * ૪. સૂર્ય સામી નાંખેલી રજ–ધૂળ પિતાની આંખમાં પડે છે તેમ ગુરુમહારાજની કરેલી અવજ્ઞા પિતાને જે અહિતકર થાય છે.
૪૩. સદ્ગુરુને સંગ તજી કડવું બોલનાર ગુરુન-કુગુરુને આદર કરે છે તે બુદ્ધિહીને ચિંતામણિને તજી કાચના કટકાને ગ્રહે છે.