________________
[ ૧૯૦ ]
શ્રી કરવિજયજી ૯ અમૃત જે મીઠેશીતળ ને સુખદાયક જિનધર્મ તજી, નિર્ભાગી જન મિથ્યાત્વરૂપી વિષને આદરે છે.
૧૦. જૈનશાસનને પરિહરી, જેણે અન્ય મત આદર્યો છે તેણે પિતાનાં બન્ને નેત્રો બંધ કરી અંધકાર પેદા કર્યો છે.
૧૧. ધર્મોપદેશ તથા દાન દેતાં શ્રમ તથા દ્રવ્યનો વ્યય થાય તે તે કપૂર ચાવતાં દાંત પડવાની જેમ નિંદાપાત્ર ન ગણાય.
૧૨. યથાર્થ ગુણેથી ભરેલા શ્રી જૈનશાસનમાં પણ જે દૂષણ હોવાનું કહેવું તે દૂધમાંથી પૂરા કાઢવા જેવું છે.
૧૩. પ્રમાદી ને અતિઅભિમાનીના ચિત્તમાં ધર્મવાસના ન પ્રગટે. નિર્ભાગીના ઘરમાં પ્રાયે નિધાન ટકી શકતું નથી.
૧૪. મરણના અવસરે ધર્મ કરવાનો મનોરથ, વિશાળ સરોવર ખાલી થયા બાદ તેને પાજ (પાળ) બાંધવા જે નિરર્થક જાણો. પહેલાંથી જ ધર્મકાર્યમાં સાવધાન રહેવું જોઈએ.
૧૫. પુન્યશાળી સાથે પુન્યહીનને સ્પર્ધા કરવી ન પાલવે. શું હાથીઓની પેઠે મનુષ્ય શેલડીના સાંઠો ચાવી શકે ?
૧૬. કાણા કુંભમાં જેમ જળ ટકી ન શકે તેમ પોપકર્મવડે મલિન પ્રાણીમાં ધર્મવાસના રહી ન શકે. : ૧૭. દરિયામાં જળ પુષ્કળ છતાં પાત્ર પ્રમાણે પ્રાપ્ત થાય તેમ. પૃથ્વીમાં રને પુષ્કળ છતાં પુન્ય પ્રમાણે તે પમાય.
૧૮. દેવગુરુ પ્રમુખ સારી સામગ્રી મળ્યા છતાં જે પ્રમાદી બની રહે છે. તે પાસે સરેવર જળથી ભરેલું છતાં તર રહે છે.