________________
R
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૮૯ ]
ઉપદેશશતક અપરનામ આભાણાતકના અનુવાદ.
૧. ગુરુચરણકમળને પ્રણમી અને શ્રુતદેવતાને સ્મરી કલ્યાણુકારી ઉખાણા હેતુ સહિત કહેવામાં આવશે. -
૨. જિનધર્મીમાં રક્ત એવા ઉત્તમ કુળવાન પુરુષ સ જનાને પૂજનીય અને છે. સેાનું તે વળી સુગંધ ’ હાય તેને કાણુ ન આદરે ?
'
૩. તુષ્ટિ પુષ્ટિકારી ગાળની જેમ શ્રેષ્ઠ જિનધર્મ ચરાચર સર્વ પ્રાણીઓને પ્રીતિકારી થાય છે.
૪ પુષ્કળ દૂધથી ભરેલા દક્ષિણાવત્ત શંખની પેઠે વિધિપૂર્વક આરાધ્યા છતા જૈનધર્મ સુખકારી થાય છે.
૫. જેમ આંબાના ફળની આકાંક્ષા આંબલીના ફળથી પૂરાતી નથી, તેમ જિનધના ફળની આકાંક્ષા અન્ય ધર્મોવડે પૂરી
શકાતી નથી.
૬. જ્ઞાન, દર્શન ને ચારિત્રવર્ડ સારી રીતે ભાવિત એવા આત્મા ખીર, ખાંડ ને ઘીના સ્વાદથી અધિક સુખ પામે છે.
૭. ધર્મનિષ્ઠા વગર મત્ર, તંત્ર, યંત્ર ને ઐષધનું સેવન સઘળુ' જળને લેાવવા જેવું અસાર છે, એમ સુજ્ઞ જનાએ વિચારવું.
૮. ધર્મોપદેશ સમયે જે લક્ષપૂર્વક સાંભળતા નથી પણ પ્રમાદ કરે છે-ઊંઘે છે, તે સેાનાના નિધાન મળવાને વખતે ધાપે પામે છે ને તેના લાભથી વંચિત રહે છે.
.