________________
[ ૧૭ ]
શ્રી કરવિજયજી પ્રમાણે યાચકાદિને દાન આપવું. મનમાં તેવા સાધુઓ પ્રત્યે ભક્તિભાવ ન હોય તે પણ ઘેર માગવાને આવે તે દાન દેવું, કેમ કે દાન દેવું તે ગૃહસ્થને ધર્મ છે. કદાચ કઈ મહાન પુરુષ ઘેર આવે તો સામા ઊભા થઈને તેને આસન આપવું તથા દાન દેવું. કેઈને પણ દુ:ખી દેખીને તેના પર દયા આણીને તેને સહાયતા કરવી. દુઃખી જીની દયા કરવી એટલે દુઃખી, અનાથ, આંધળા, બહેરા, રેગી વગેરેની દીનતાનું યથાશક્તિ નિવારણ કરવું. જિનશાસનની નીતિ અને તેને વિવેક બરાબર સમજે ને આદર; કેમ કે તે વર્તવાથી શાસનની શોભા વધે છે.
૮ જુદા જુદા અવસરે કેમ વર્તવું તે વિષે. અવસરે ઉચિત બોલવું તે બહુ ગુણકારી છે. ઉધરસ, છીંક, ઓડકાર, બગાસું ખાવું તથા હસવું વગેરે ગુપ્ત રીતે અથવા છાની રીતે કરવાં. સભાની વચમાં બેસીને આંગળીઓના નખમાંથી મેલ ન કાઢવો. નિંદા કે વિકથા ન કરવી. હોઠ ફરકાવીને જ માત્ર હસવું, પરંતુ મુખ ખોલીને ખડખડાટ હસવું નહિ. પિતાનું શરીર વગાડવું નહિ. તણખલું તોડવું નહિ. નથી દાંત ઘસવા નહિ. દાંતોથી નખ કાપવા નહિ.
અભિમાન કરવું નહિ. ભાટ વગેરેના મુખની પ્રશંસા સાંભળીને ફૂલાઈ જવું નહિ. જે નીચ માણસ આપણને હલકું વચન કહે તે પણ તેને સામું હલકું વચન કહેવું નહિ. જે વાતનો નિશ્ચય ન હોય, તે વાત પ્રગટ કરવી નહિ. કેઈનું બૂરું બોલવું નહિ, તથા માતા, પિતા, ભાઈ, તપસ્વી, વૃદ્ધ, બાળ, ગોત્રી, ગરીબ, રેગી, આચાર્ય, પ્રાહુણ, અભ્યાગત, બહેન, બનેવી, મિત્ર, સ્ત્રી, વૈદ, પુત્ર વગેરે સર્વેની સાથે વચન વગેરેથી કલેશ કરે નહિ.