________________
[ ૧૫૮ ]
શ્રો કરવિજયજી ૬૧. રાગ-દ્વેષાદિક દેશે પ્રગટ થાય અને વૃદ્ધિ પામે એવાં નિમિત્તને ખરે વિદ્વાન વશ થતો નથી.
દર. રાગ-દ્વેષાદિક વિકારો શાંત થાય–નષ્ટ થાય એવાં નિમિત્તાને ખર વિદ્વાન સત્કારતો રહે છે.
૬૩. સાદાં અને સંયમી જીવનવાળાને હિંસાદિક પાપાચરણથી જેમ બને તેમ પાછા ઓસરવાનું-હઠવાનું અને અહિંસક સદાચરણના પંથે પળવાનું જ પસંદ પડે છે, જેથી સ્વપરહિતમાં વધારો થવા પામે છે.. .
૬૪. મદ-અભિમાન–અહંકારાદિ દોષો-વિકારોને ગાળવા માટે વિદ્યાનું સેવન કરાય છે. જે વિદ્યાના સેવન–અભ્યાસવર્ડ મદ–અહંકારાદિ દોષો નાશ પામે તે જ વિદ્યા સાચી સમજવી.
૬૫. વિનય-નમ્રતાથી વિદ્યા શેભી ઊઠે છે અને વિદ્યાથી જ નમ્રતા ગુણ આવે છે.
૬૬. જેમ ક્રોધ તપનું અજીર્ણ ગણાય છે તેમ મદ–અહંકારને પણ જ્ઞાન અને ક્રિયાનું અજીર્ણ સમજવું.
૬૭. શરીરના, મનન અને આત્માના મળને–દોષોને અને વિકારોને શોધી કાઢી તેને નિર્દોષ-
નિગી બનાવે તેને ખરે વિદ્વાન જાણ, તે વગર શુક્યાઠીઓને તે વેદી પશુ સમાન ગણવાં ઘટે.
[ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૧૮૦ ]