________________
લેખ સંગ્રહઃ ૪:
| [ ૧૫૩ ] ૧૫. પિતે સંયમના માર્ગ આદરી, આત્મશક્તિ ખીલવી અન્ય પુરુષાથી બંધુઓને તથા બહેનને પણ ખરા સંયમમાર્ગમાં જેડીશ.
૧૬. સંયમમાર્ગની જેમ જેમ રક્ષા-પુષ્ટિ વિશેષ બનવા પામે તેવા ઉપાયે લેવા બનતી કાળજી રાખીશ.
૧૭. ગતાનુગતિકતારૂપ લેકપ્રવાહને તજી તન, મન ને હદયની શુદ્ધિ કરે એ સત્ય, શુદ્ધ માર્ગ સમજી આદરવાને પ્રયત્ન કરીશ.
૧૮. આવી પવિત્ર કેળવણી મેળવી ખરેખરું સુખ સંપાદન કરીશ ત્યારે જ તેની સાર્થકતા થશે.
૧૯. આવી કેળવણી પામવા માટે પ્રારંભથી–બાળવયથી જ સાદાઈ અને સંયમના પવિત્ર પાઠ શીખી હું પોતે માર્ગ નુસારી બનીશ.
૨૦. માર્ગાનુસારીપણાના ઉત્તમ પાંત્રીશ ગુણેને આદરીશ અને સર્વત પવિત્ર ધર્મને લાયક બનવા ખૂબ પ્રયત્ન કરીશ, જેથી દુઃખમુક્ત થઈને સુખી થઈશ. - ૨૧. ઉછાંછળી, ક્ષુદ્રવૃત્તિને તજી ગંભીરતાથી ગુણમાત્રને હંસની જેમ તારવી કાઢતાં શીખીશ. દેની ઉપેક્ષા કરી ગુણ ગ્રહણ કરીશ.
૨૨. સઘળા અનાચાર-દો-દુર્વ્યસનથી દૂર રહી, સ્વવીર્ય–શક્તિ વધારી, તેને બને તેટલો સદુપયેાગ સ્વપરહિત માટે કરીશ.