________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૪૧ ] (૪) વીર પ્રભુની તપશ્ચર્યા. * ૧. શરીરે નિરોગી છતાં ભગવાન મિતાહારી રહેતા હતા અને કદાચ કોઈ આગંતુક રોગ ઉપજતા તો પ્રભુ તેને પ્રતિકાર-ઇલાજ કરવા પણ ચાહતા નહીં.
૨. વળી શરીરને અશુચિમય જાણીને તેઓ જુલાબ, વમન, તૈલમર્દન, સ્નાન, ચંપી ને દાતણ પણું કરતા કે કરાવતા નહીં.
૩. ઇદ્રિના વિષયેથી વિરક્ત થઈ ભગવાન અલ્પભાષી થઈને વિચારતા હતા.
૪. ભગવાન શીયાળામાં છાંયડામાં બેસીને ધ્યાન કરતા અને ઉનાળામાં ઉત્કટુક આસને તડકામાં બેસીને તાપ સહન કરતા.
૫. શરીરનિર્વાહાથે ભગવાન લુખા ભાત, મંથુ અને અડદને આહાર કરતા. આઠ આઠ મહિના સુધી એ ત્રણ ચીજો વાપરી ભગવાને ચલાવ્યું હતું. " ૬. વળી પંદર પંદર દિવસ સુધી, મહિના મહિના સુધી, બે બે મહિના ને છ છ મહિના સુધી દિનરાત અન્નપાણી વગર ઉપષિતપણે-ઉપવાસ કરીને, નિરીહ થઈ ભગવાન વિચરતા હતા.
૭. ત્રીજે ત્રીજે, ચોથે ચેથે કે પાંચમે પાંચમે દિવસે ઠરી ગયેલ અન્ન વાપરતા હતા. '
૮ તત્વજ્ઞ ભગવાન પોતે પાપ નહીં કરતા, બીજા પાસે પાપ નહીં કરાવતા અને પાપ કરનારને રૂડે નહિં માનતા. . ૯. ભગવાન શહેર કે ગામમાં જઈ બીજાને માટે કરેલા નિર્દોષ આહાર યાચી લઈને, સમભાવે તે આહાર વાપરતા.