________________
[ ૧૪૦ ]
શી કપૂરવિજયજી એ રીતે લાટદેશ વિહાર કરવાને ઘણો વિકટ છતાં વીર પ્રભુએ શરીરની મમતા તજી, કર્મનિર્જરાથે નીચ જનનાં કડવાં વચને સહન કર્યા હતાં.
૬. એ રીતે જેમ બળવાન હાથી સંગ્રામના મોખરે પહોંચી, પરાક્રમ બતાવી જય મેળવે તેમ વીરપ્રભુએ તે વિકટ ઉપસર્ગો પર જય મેળવ્યો.
૭. કઈ સ્થળે પ્રભુ ગામના પાદરે જતા કે ત્યાંના અનાર્ય લેકે સામા આવી તેમને મારતા અને બેલતા કે અહીંથી દૂર જતો રહે.
૮. ઘણે વખતે લાટદેશમાં લેકે લાકડીથી, મૂઠીથી, ભાલાની અણીથી, પત્થરથી કે હાડકાના ખપ્પરથી પ્રભુને મારી મારીને પોકારે પાડતા હતા. .
૯. કોઈ વખતે ભગવાનને પકડી અનેક ઉપસર્ગો કરી માંસ કાપી લેતા, તેમની ઉપર ધૂળ વરસાવતા, તેમને ઊંચા કરીને નીચે પછાડતા; પરંતુ નિ:સ્પૃહી ભગવાન દેહ પરની મમતા તજીને તે સઘળું સહન કરતા હતા.
૧૦. જેમ શૈર્યવંત પુરુષ સંગ્રામના મેખરે રહીને દુશ્મનથી પાછો હઠે નહીં તેમ પ્રબળ સત્વવંત પ્રભુ એ ઉપસર્ગોથી પાછા નહીં હઠતા તે સઘળા ઉપસર્ગોને સહન કરતા થકા વિચર્યા હતા.
આવી રીતે નિસ્પૃહી પ્રભુએ સંયમનું પાલન કર્યું તેવી રીતે અન્ય મુમુક્ષુઓએ પણ વર્તવું. .