________________
[ ૧૩૨ ]
શ્રી કપૂરવિજયજી ૪. હું મૈથુન સર્વથા તાજું છું. એટલે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી વિષયકીડા મન, વચન અને કાયાએ કરું, કરાવું કે અનુદું નહિં.
ભાવના–૧. સ્ત્રીકથા કર્યા કરવી નહિ. ૨. સ્ત્રીના અંગોપાંગ નીરખીને જેવાં નહિં. ૩ પૂર્વે કરેલી કામક્રીડા યાદ કરવી નહિં. ૪. સ્નિગ્ધ રસકસવાળું પ્રમાણુરહિત ભજન કરવું નહિં અને ૫. નિર્દોષ સ્થાન, આસન સ્ત્રી, પશુ-પંડક રહિત હોય તેવાં સેવવાં. અન્યથા વિક્રિયા થવાથી ધર્મભ્રષ્ટ થઈ જવાય છે.
૫. હું સર્વથા પરિગ્રહને તપું છું. ત્રીજા મહાવ્રતની પેઠું થાવત્ તેવા દુષ્ટ સ્વભાવને સિરાવું છું.
' ભાવના-૧-૫. સારા કે નરસા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સંપર્શ પામી તેમાં આસક્ત, રક્ત, વૃદ્ધ, મોહિત, તલ્લીન કે વિવેકવિકળ થઈ જવું નહિં, રાગ, દ્વેષ કરવો નહિં. એવી રીતે સાવધાનપણે સાધુયાગ્ય આચારમાં પ્રવર્તતા ઉક્ત મહાવ્રત આરાધિત થાય છે.
ઉપસંહાર–ઉક્ત પાંચ મહાવ્રતો તેની દરેકની પાંચ પાંચ ભાવના સાથે મનનપૂર્વક વાંચી, તેમાંથી બને તેટલું જીવનમાં ઉતારવા પ્રયત્ન કરતા રહેવાથી તેની સાર્થકતા થઈ શકે છે. એ વગર કિયા–જડતા આવે છે અને “ક્રિયા કરત હે ધરત હે મમતા, આઈ ગલેમેં ફાંસી” એ શ્રીમાન્ ઉપાધ્યાયજીનાં વચન પ્રમાણે સંસાર વધારવાના કારણરૂપ બને છે. તેમ ન બનતાં જેમ ભવભ્રમણ અટકે તેમ દરેક મહાવ્રતની શુદ્ધ સમજ મેળવી તે દરેકની પાંચ પાંચ ભાવના સહિત તેનું પાલન કરવા પ્રયત્ન કરે-કરાવે ઉચિત છે. એ વગરની કિયા-જડક્રિયા ઘાંચીના