________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૦૯ ]
તે મહા અનથ કારી કુછંદ સહુએ અવશ્ય તજવા. જુઓ ! એવા ખેાટા છંદથી રાવણ જેવા રાજવીના કેવા માઠા હાલ થયા ?
૧૧. શીલરક્ષાથી થયેલા લાભ—પવિત્ર શીલવ્રતના અખડપાલનથી સીતાદિક મહાસતીએ તથા મહાસત્ત્વશાલી સતાએ કેટલી બધી આત્માન્નતિ પામ્યાં છે ? જો કે તેમને સેટી પ્રસંગે ભારે પરાક્રમ-પુરુષાતન દાખવવું પડ્યું છે, પરંતુ તેવે પ્રસંગે સુવર્ણ ની પેઠે વિશુદ્ધ રહેવાથી આજ સુધી તેમને જશપડહ વાગે છે. આપણે પણ તેમનું અનુકરણ કરી પવિત્ર શીલનું પાલન-રક્ષણ કરવું ઘટે છે. જ્યાંસુધી જીવને ખરું' આત્મલક્ષ જાગ્યું નથી, આત્મભાન થયું નથી, જડ-ચેતનને ખરાખર નિરાળાં તેમનાં લક્ષણથી જાણ્યાં—પિછાણ્યાં નથી, ક્ષણિક દેહાદિકની મમતાને વશ થઇ મુંઝાઇ ખરી વસ્તુને એળખી આદરી શકતા નથી ત્યાંસુધી જ જીવ જ્યાંત્યાંથી પાલિક સુખ મેળવવા દેરવાઈ જાય છે અને શીલ–સ તાષાદિ સદ્ગુણુનિત સત્ય સુખથી એનસીમ રહે છે, એમ સમજી સુજ્ઞસુવિવેકી સજ્જનેા શીલાદિક સદ્ગુણ્ણાનું સારી રીતે સેવન કરતા રહે છે અને પરિણામે અખંડ સુખશાંતિ મેળવે છે.
૧૩૨. તત્ત્વવિચારણા જેને જાગતી નથી તેને શાસ્ત્રપડનાદિ શું ફળ આપી શકે ? નેત્રહીન–અંધને આરસી શેઠ ઉપકાર કરી શકે ?
૧૩૩. કાય—કોધ પ્રીતિના નાશ કરે છે, માન–અહંકાર વિનયને નાશ કરે છે, માયા-કપટ મિત્રાઈને નાશ કરે છે અને લેાભ સંના નાશ કરે છે.