________________
લેખ 'ગ્રહ : ૪ :
[ ૧૦૭ ] ( સ્વાર્થ સરેલા ) સેવક સ્વામીને ધિક્કારે છે અને સાજે થયેલા-રાગથી મુકાયેલે! ખાદ દી વૈદ્યને અનાદર કરે છે.
૧૨૦. જૂગટુ સર્વ આપદાનું ધામ છે, દુર્મુદ્ધિજના જૂગટુ રમે છે, જૂગટુ રમવાથી કુળની પ્રતિષ્ઠા લેપાય છે, અધમજના તેવા જૂગટાની પ્રશંસા કરે છે.
૧૨૧. સુબુદ્ધિજના શાસ્ત્રને સ્વપરના ખેાધ માટે, ધનને દાન દેવા માટે, જીવિતને ધર્મની સેવા માટે અને દેહને પાપકાર નિમિત્તે ધારી રાખે છે.
૧૨૨. ગણના-આ અમારું અને આ પરાયું એવી ગણુત્રી અનુદાર–ટૂંકી બુદ્ધિવાળાની જ હેાય છે, ઉદાર બુદ્ધિવાળા તે સારી દુનિયાને સ્વકુટુંબ તુલ્ય લેખે છે.
૧૨૩. પૂ કૃત્ય પુન્ય—સર્વ અવસ્થામાં સર્વ સ્થળે પૂર્વે કરેલુ પુન્ય જીવની રક્ષા કરે છે.
૧૪. હિત વચન—જયાં સુધી શરીર સ્વસ્થ-નીરા છે, વૃદ્ધાવસ્થા વેગળી છે, પાંચે ઇન્દ્રિયા પરવડી છે અને આવખુ પૂરું થયું નથી ત્યાં સુધી આત્મકલ્યાણ સાધી લેવા સુજ્ઞજનાએ ખૂબ પ્રયંત્ન કરી લેવા જોઇએ, ઘર મળવા માંડ્યા પછી તેને ઠારવા માટે કૂવા ખેાદવાના ઉદ્યમ કરવા નકામે જ લેખાય, તેવા શુદ્ધ હેતુથી જ પ્રેરાઇ શાસ્ત્રકાર આત્માથી ભવ્યાત્માઆને પ્રથમથી જ ચેતવે છે.
૧૨૫, નમસ્કાર મહામંત્ર—જિનશાસનના સાર અને ચાદપૂર્વના સમ્રુદ્ધાર જેવેા નમસ્કાર–નવકાર મહામંત્ર જેના મનમાં રમે છે તેને સંસાર–ફ્લેશ શું કરવાના છે ?