________________
મમતા
[ ૭૩ ]
શ્રી કપૂરવિજયજી ઉપગરૂપ આત્મગુણને ભાવપ્રાણુ સમજી, દ્રવ્યપ્રાણ ઉપરની મમતા તજી, ભાવપ્રાણ પ્રગટાવવા ખપ કર. - ૧૭ શુષ્કવાદ, વિવાદ ને ધર્મવાદમાં પહેલા બે તજી, ધર્મવાદમાં રુચિ જડવી.
૧૮. આત્મસાધનમાં ઉજમાળ એવા સાધુ–સાવી-શ્રાવક ને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ છે.
૧૯. અરિહંત, સિદ્ધ, સાધુ ને કેવળીભાષિત ધર્મ એ ચારનું શરણ આદરવા ચગ્ય છે.
૨૦. રાગ-દ્વેષ-મિથ્યાત્વાદિક ૧૮ ષવર્જિત અને સર્વજ્ઞસર્વદશી–મહાઅતિશયધારી, સર્વ જગજીવહિતકારી તીર્થંકરદેવ અરિહંત, અરુહંત કે અરહંત કહેવાય છે.
૨૧. દુઃખગર્ભિત, મહગર્ભિત ને જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય શ્રેષ્ઠ છે.
૨૨. નિશ્ચય અને વ્યવહાર એ દરેક વસ્તુનું આંતર ને બાહ્ય સ્વરૂપ સમજવારૂપે છે.
૨૩. ચાર સહાદિક ૬૭ બેલે સમકિતનાં ખાસ વિચારી લેવા ગ્ય છે.
૨૪. મિથ્યાત્વાદિક વૈદ ગુણસ્થાનનું સ્વરૂપ સમજી, આગળ વધાય તેમ કરવું.
૨૫. અપાયાપરામાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય ને પૂજાતિશય એ ચાર મુખ્ય અતિશયો સર્વે તીર્થકરેને હોય છે, તેથી ઘણે ઉપગાર થાય છે. :