________________
[૬]
શ્રી કર્ખરવિજયજી - આ છમાંથી કોઈ પણ એક વાદને આગ્રહ બંધાઈ જાય તે કાં તે આધ્યાત્મિક સાધનામાં પ્રવૃત્તિ જ ન થાય અને થાય છે તે વિશેષ આગળ ન ચાલે અને છેવટ સુધી તે ટકે જ નહીં, તેથી એના સ્થાનમાં અનુક્રમે નીચેના આગ્રહ આવશ્યક (જરૂરના) છે – .
૧. આત્મા છે એમ માનવું, ૨. તે છે એટલું જ નહીં પરંતુ અવિનાશી છે એમ માનવું, ૩. તે માત્ર અવિનાશી જ નહિ પણ કર્તૃત્વશક્તિ ધરાવે છે એમ માનવું, ૪. તે જેમ કર્તૃત્વશક્તિ ધરાવે છે તેમ ભકતૃત્વશક્તિ પણ તેમાં છે એમ માનવું, ૫. કર્તૃત્વ અને ભાતૃત્વશક્તિ હોવા છતાં કયારેક પ્રવૃત્તિના પ્રેરક રાગદ્વેષાદિક દોષોને અંત શકય છે એમ માનવું, અને ૬. તે અંતને ઉપાય છે કે જે આચરી શકાય એ છે એમ માનવું. આ છએ આગ્રહ સાધકને શ્રદ્ધા અપી, તે દ્વારા સાધનામાં આગળ વધવા પ્રેરે છે તેથી તે સમ્યગ્દયથાર્થ છે.
વાદમાં અનેકાંતદષ્ટિના અભાવે આવતા દે.
એકાન્તવાદી સાધચ્ચેથી કે વૈધમ્યથી અર્થ–સાધ્યનું સાધન કરે ત્યારે પરસ્પર અથડાતા એ બંને અસદ્ધાદ ઠરે છે.
દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય સામાન્ય અને પર્યાયાસ્તિક વક્તવ્ય વિશેષ છે. એ બંને નિરપેક્ષપણે છટા છટા જવામાં આવે તો એકાન્તવાદને વિશિષ્ટ બનાવે છે અર્થાત ઊભું કરે છે. . (વાદી દ્વારા) હેતુનાં વિષયરૂપે મૂકવામાં આવેલ સાધ્યને પરપ્રતિવાદી જે રીતે આક્ષેપ સમજી દૂષિત કરે છે તે જ રીતે