________________
૮૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ના મહારાજ! અમે નથી જોયો!
મજૂરે વિચારમાં પડી ગયા કે, “નારદજીને વળી બિલાડાનું શું કામ હશે? બિચારા મજૂર! તેમને શું ખબર કે આ ગોદામના માલિકને બાપ પેલે બિલાડો હતે. ત્યાં એક મજુરે કહ્યું કે “અમે ગોદામમાંથી ગુણેને ઊંચકીને બહાર જઈ રહ્યા હતા ત્યારે એક બિલાડે વચમાં આવ્યો હતે અને તેના પર ગુણ પડી હતી અને બિલાડે તેની નીચે દટાઈ મર્યો. પછી અમે તેને બહાર ફેંકી દીધું હતું.'
નારદજી વિચારમાં પડી ગયા. તે પિતાના વિમાન પાસે આવ્યાહવે એ શેઠને શેધવા કયાં જઉં ? મરીને તે કયાં જન્મ્યા હશે? ભગવાનને જ પૂછવું પડશે. ભગવાનને વિચાર આવતાં જ તે ધ્રુજી ઉઠયાઃ ભગવાનને હવે શું મેં બતાવીશ? ભગવાન તે ના જ પાડતા હતા કે તે શેક વૈકુંઠમાં નહિ આવે. આવવાની તેમની ઈચ્છા જ નથી.' છતાંય નારદજી હિંમત કરી પહોચ્યા ભગવાન પાસે વૈકુંઠમાં ભગવાને કહ્યું:
કેમ નારદજી! શું થયું પેલા જીવરાજ શેઠનુ ? તેમને લાવ્યા કે નહિ? ૧૩ નંબરની રૂમ તેમના માટે ખાલી જ છે.
“ભગવંત! એ બિલાડે તે મારા જતાં પહેલા જ મરી ગયો.
“નારદજી! એ વૈકુંઠમાં નહિ આવેવૈકુંઠનું સુખ તેને જોઈતું જ નથી. તેને તે વિષયસુખ જ જોઈએ છે !
પરંતુ ભગવાન એ તે તમારું જ નામ જપતે હતે. તમારી જ જ પૂજા-ભક્તિ કરતો હતે.”
“હા, તમારી વાત સાચી છે નારદજી! તેને જ્ઞાન હતું કે આ બધું કરવાથી સંસારનાં પ્રિય સુખો મળે છે....”
તે પછી એ વૈકુંઠમાં આવવાની પોતાની તીવ્ર તાલાવેલી બતાવતે હસે તેનું શું ?
એ દંભ હતે. માત્ર દંભ' વૈકુંઠનું નામ હેઠેથી બેલ હતું,