________________
પ્રવચન-૪
ઈચ્છા છે. સંસારમાં મને હવે કઈ રસ નથી. કોઈના માટે રાગ નથી. કેઈની ય આસકિત નથી. ખરેખર હવે તે મને વૈકુંઠના જ વન આવી રહ્યા છે
નારદજીએ કહ્યું : “જીવરાજ! તમે ભગવાનના ખરેખર ભક્ત છે, તમારી ભક્તિથી પ્રભાવિત થઈને જ હું તમને જાતે લેવા આવ્યો છું. તે ચાલે હવે આપણે જઈએ.”
“મહાત્મન ! જ્યારે આપ પહેલા પધાર્યા અને મને વૈકુંઠ લઈ જવાની વાત કરી ત્યારે મને ખૂબજ આનંદ થયે હતે. ઘરે જઈને મેં તુરત જ છોકરાની માને કહ્યું હતું કે હવે હું સંસારમાં નહિ રહું. મારે હવે વૈકુંઠમાં જવું છે. નારદજી મને લેવા આવવાના છે. મારી આ વાત સાંભળી છોકરાની મા રડી પડી. રડતાં રડતાં તેણે કહ્યું: “તમારે વૈકુંઠમાં જવું હોય તે ભલે જાવ. પણ જતાં પહેલાં છોકરાના લગન કરાવીને જાવ. તમને વૈકુંઠ જતાં હું રોકતી નથી. હવે તમારી વૃદ્ધાવસ્થા છે. ત્યારે તમને વૈકુંઠ જતાં હું કેવી રીતે રે ? પરંતુ છોકરાના લગન કરાવીને જાવ. લગનને હવે વાર પણ શી છે? મહા મહિનામાં તે મુહૂર્ત છે. તે લગન પતાવીને ભલે તમે સુખેથી વૈકુંઠ પધારજો.'
નારદજીએ પૂછ્યું: “તમે શું કીધું, પછી ?”
જીવરાજે કહ્યું. મેં કહ્યું કે છોકરાને લગન કરવા હશે તે એ કરશે. હવે મારૂ મન ક્ષણભર માટે પણ સંસારમાં નથી લાગતું.
મારી વાત સાંભળી છેકરાની મા ગુસ્સે થઈ ગઈ. આપને શું કહું કે એ શું શું બેલી! એ સાભળીને મને ખૂબ જ દુઃખ થયું. પ્રભે! બૈરાંની જાત ! આપને પણ ગાળો દીધીત્યારે મારાથી ન રહેવાયું. મેં કહ્યું. “બસ બાબા! બસ! નારદજીને તું ગાળ ન દે. કહે છે તે છોકરાના લગન કરાવીને પછી જઈશ.' આમ કહ્યું ત્યારે તે શાંત થઈ ભગવંત! તમે જ કહે કે તમારી નિંદા મારાથી કેમ સહન થઈ શકે? હું તે તમારી સાથે હમણાં જ વૈકુંઠ આવવા