________________
પ્રવચન-૩
અને આ વિભાગની સંશોધન પદ્ધતિની ઘણી જાણકારી મેળવી હતી. ત્યાં અમને જાણવા મળ્યું કે વિશ્વમાં પુનમની સ્મૃતિવાળા લગભગ ૮૦૦ માણસ છે.
અમેરિકામાં એક એવી ઘટના બની કે “રથરીમેન્સ નામની એક સ્ત્રીને પિતાના દેવલોકના પૂર્વભવની સ્મૃતિ થઈ આવી! એ સ્ત્રી પૂર્વભવમાં સ્વર્ગની દેવી હતી. અમેરિકાના કે. એલેકઝાંડર કાનન પરા–મને વિજ્ઞાનના ડેકટર છે અને તેમણે આજ સુધીમાં એક હજાર ત્રણસે ખાસી (૧૩૮૨) માણસે પર સંશોધન કર્યું છે કે જેમને પૂર્વભવની યાદ આવી હતી !
પરા-મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં “રીગ્રેશનનો એક પ્રયોગ થાય છે. આ પ્રયોગના માધ્યમથી પેલી રથસીમેન્સ સ્ત્રીને પૂછવામાં આવ્યું કે અત્યારે તું કયાં છે?” તેણે કહ્યું : હુ “એસ્ટ્રલ વર્લ્ડમાં છું. અહીં મને નથી ભૂખ લાગતી નથી ઊંઘ આવતી અને મને કે થાક પણ નથી લાગતું.
બીજો પ્રશ્વન : “ત્યાં તમે તમારા સમય કેવી રીતે પસાર કરે છે?'
તેણે કહ્યું કે હું અહીં જેતી જ રહું છું. મને ખૂબ આનંદ આવે છે. અહીં સમય જ નથી. ન રાત છે, ન દિવસ.
ત્રીજો પ્રશ્ન : ત્યાંથી આ પૃથ્વી પર બ્રીઆનના ઘરમાં શું થઈ રહ્યું છે તે જાણે છે? તેણે કહ્યું : “જે મારું ધ્યાન તે તરફ જાય તે જાણી શકું.”
“તમે જોઈ પણ શકે? હા, અમારી ઈચ્છા થાય તે. શુ ઈચ્છા કરવાથી જ જોઈ શકે? હા, વિચાર કરીએ અને જોઈ લઈએ, જાણી લઈએ.' શું તમે બીજાના મનના વિચાર જાણી શકે? હા. બીજાઓના વિચાર અને ઈચ્છા પણ જાણી શકીએ.'