________________
પ્રવચન-૩
: ૪૧ પણ જોયું કે જે જીવ સ્વર્ગમાં જાય છે અને કો જીવ નરકમાં જાય છે. સ્વર્ગનું ભૌતિક સુખ જોયું અને નરકની ઘેર શારીરિક તથા માનસિક વેદનાઓ પણ જોઈ. એ બધું જોઈને જ્ઞાની ભગવતેએ કહ્યું : “ધર્માચરણથી સ્વર્ગ મળશે અને પાપાચરણથી નરક જ મળશે.
તે આને ભય અને લાલચ નહિ કહી શકાય. આ વાસ્તવિક માર્ગદર્શન છે. જેને દુઃખથી બચાવવા માટે સાવધાન કરવા તે ભય-દર્શન નથી પરંતુ જેને ભયમુક્ત -દુખમુક્ત કરવાને એ વાસ્તવિક પ્રયત્ન છે. માટે જે વાસ્તવિક છે તેવા સ્વર્ગના સુખની વાત કરવી તે કઈ ગુને નથી. બીજાઓને સ્વર્ગના સુખનો માર્ગ બતાવ એ કંઈ અપરાધ નથી. તેમ કરવામાં કઈ અસત્ય પણ નથી અને બનાવટ પણ નથી. સ્વર્ગ અને નરક કપના નહિ, સત્ય છે ?
પ્રશ્ન : આપ કહે છે કે સ્વર્ગ છે, નરક છે, તે એ સ્વર્ગ અને નરક અમારી બુદ્ધિમાં ઉતરે તેમ સમજાવવા કૃપા કરશો?
જવાબ : ચોક્કસ. શા માટે નહિ ? જે તત્ત્વ ઈન્દ્રિયાતીત હોય છે. અર્થાત્ જે તવ ઈન્દ્રિથી પ્રત્યક્ષ નથી થતાં એવાં તો નિર્ણય અનુમાનથી થાય છે. વરવુનિર્ણયમાં જેમ પ્રત્યક્ષ-પ્રમાણુ છે તેમ વસ્તુ નિર્ણયમાં અનુમાન પણ પ્રમાણ છે. અનુમાન એટલે ત. સ્વર્ગ અને નરકનું અસ્તિત્વ તકથી–અનુમાનથી સિદ્ધ થઈ શકે છે. તે હવે તમે મને એ કહે કે એક માણસે બીજા માણસનું ખૂન કર્યું અને ખૂન કરતાં તે રેડ હેન્ડેડ-ગેલા હાથે પકડાઈ ગયે, તે તેને વધુમાં વધુ સજા શું થશે ?
સભામાંથીઃ ફાંસી, મૃત્યુદંડની તેને સજા થશે.
મહારાજશ્રી બરાબર. એ ખૂનીને ફાંસીની સજા થશે. પરંતુ બીજા એક માણસે પાંચ-પાંચ ખૂન કર્યા છે અને તે પણ પકડાઈ ગયે છે, તેને ગુને સાબિત થઈ ગયું છે તે તેને શું સજા થશે ?