________________
પ્રવચન-૨
૧ ૩૯
તે અપૂર્વ અને અદ્દભૂત છે. તેમાંથી કેટલાક ગ્રન્થને ગુજરાતી ભાષામાં અનુવાદ પણ થયો છે. હિન્દી ભાષામાં પણ કેટલાક ગ્રન્થનો અનુવાદ થયા છે. તમે તે તમારી મનપસંદ ભાષામાં વાંચી શકે છે. ચિંતનમનન કરી શકે છે. તેમના ગ્રન્થાનાં વાંચન-મનનથી તમને નિઃશંક પ્રેરણા અને પ્રસન્નતા પ્રાપ્ત થશે. દુર્ગતિમાં જના બચાવે તે ધર્મ :
- દુનિમાં પડતા-જતા જીવોને માત્ર એ જ ધર્મ બચાવી શકે છે કે જે ધર્મ મૈત્રી આદિ ભાવનાઓથી ભરપુર હોય. જે માણસ પિતાના હૃદયને મૌત્રી, કરુણા-અમેદ આદિ ભાવથી નવપલ્લવિત રાખે છે, તે માણસ દુર્ગતિમાં નથી જતું. તેની દુર્ગતિ થતી નથી. મૈત્રી આદિ ભાથી ભાવિન અને સુરક્ષિત હૈયાવાળે માણવા જે પણ ધર્માનુષ્ઠાન કરે છે, તે ધમનુષ્ઠાન તેના આત્માને સ્પર્શે છે. એ ધર્માનુષ્ઠાન તેનાં દુષ્કર્મોને નાશ કરે છે. અને સત્કર્મોનું સર્જન કરે છે. મૈત્રી આદિ ચાર ભાવનાઓથી રહિત માણસની ધર્મક્રિયાઓ નિષ્ફળ જાય છે. દુર્ગતિથી તે જીવ બચી નથી શકત!
જીવષ જેવું કોઈ પાપ નથી. જીવપીડન જેવું કંઈ દુષ્કૃત્ય નથી. જીવને મીટાવવા માટે ફરી ફરીને વારંવાર મૈત્રી આદિ ભાવનાઓની ગંગામાં સ્નાન કરતા રહે. મૈત્રી આદિ ભાવનાઓ પ્રતિદિન-પ્રતિપળ ભાવવાની છે. આથી જ આ ભાવનાઓ શકય તેટલા વિસ્તારથી સમજાવી રહ્યો છુ.
આજ આપણે મધ્યસ્થ ભાવના પર ચિતન કરવાનું છે. ખૂબ જ સરસ છે આ ભાવના. આજના છિન્નભિન્ન કૌટુંબિક જીવનમાં પિતાના મનને સંવાદી અને સમતલ રાખવા માટે આ આ ભાવના રામબાણ દવા છે. જે સ્ત્રી-પુરુષ ઉપર બીજાઓની જવાબદારીઓ છે, તેઓ માટે આ ભાવના સવિશેષ અને અત્યંત ઉપયોગી છે. એવું સ્ત્રી-પુરુષોએ પિતાના હૈયે આ ભાવનાનું રસાયણ સાચવી રાખવા