________________
-
-
-
જ છવદ્વેષ જેવું કઈ પાપ નથી. જીવપીડન જેવું કંઈ દુષ્કૃત્ય નથી, છવષને મીટાવવા માટે વારંવાર મૈત્રી આદિ ભાવનાઓની ગંગામાં સ્નાન કરે. અહંકાર અને મમકાર સાથે તિરસ્કારને દેરતી થઈ જ જાય છે. આ ત્રિપુટી માણસનું સર્વતોમુખી પતન
કરે છે. - જે મેટેરાઓના હૈયે ઉપેક્ષા-ભાવના નથી હોતી એવા
મેટેરાઓને મેં ઘેર આશાન્તિ અને સંતાપમાં સળ' ગતા જોયા છે.
પ્રવચન
પરમ ઉપકારી મહાન ઋતધર પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત “ધર્મબિંદુ? ગ્રન્થમાં ધર્મનું સ્વરૂપ-દર્શન કરાવે છે. ધર્મના અનુષ્ઠાન કરનારાઓના હૈયે, ધર્મક્રિયા કરનારાએના હૈયે મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્ય આ ચાર ભાવનાઓની અનિવાર્ય જરૂર સમજાવનારા આચાર્ય–ભગવંત પિતાના જીવન, પિતાના સાહિત્યસર્જન અને સરય કાર્યોથી જિનશાસનમાં પિતાનું ગૌરવવંતુ સ્થાન સ્થાપિત કરી ગયા છે. માત્ર જૈને જ નહિ, જૈનેતરે પણ તેમની મુક્તમને પ્રશંસા કરે છે. માત્ર ભારતના જ નહિ–સ્વદેશના જ નહિ, દુનિયાભરના–વિદેશી વિદ્વાને પણ તેમની પ્રજ્ઞા–પ્રતિભાના ગુણગાન ગાય છે. તેમણે રચેલાં ૧૪૪૪ ગ્રંથ ભલે આજે પ્રાપ્ય નથી, પરંતુ જે ૪૦-૫૦ ગ્રન્થ મળે છે.