________________
૩૮૦ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
સહેવો પડે. પિતે નિર્દોષ હોવા છતાં વ્યભિચારિણ-કુલ્ટાનું કલંક ચુંટયું. કલંકિત બની તે. કર્મોનું તત્વજ્ઞાન મેળો : , કેવી કેવી પ્રવૃત્તિ કરવાથી, કેવા કેવા શબ્દો બોલવાથી, અને કયા કયા વિચાર કરવાથી કેવા કેવા કર્મ બધાય છે અને એ કર્મોના ઉદયથી કેવાં દુઃખ આવે છે, કેવાં સુખ મળે છે, તેનું તત્વજ્ઞાન કદી જાણ્યું છે? કર્મનું તત્વજ્ઞાન જાણવાથી જ તમે અગ્ય અને નિષિદ્ધ પ્રવૃત્તિને ત્યાગ કરી શકશે. પાપ–વા અને પાપ-વિચારને છોડી શકશે. * આટલું બરાબર સમજી લે કે પાપકર્મોના ઉદયથી જ જીવનમાં દુખ આવે છે. પાપકર્મોનો ઉદય ત્યારે જ આવે છે કે જ્યારે જીવે કઈ ભવમાં એ પાપકર્મ બાંધ્યા હેય. પાપકર્મ બંધાય છે પાપાચરણથી. મન-વચન અને કાયાથી જીવાત્મા પાપાચરણ કરે છે અને તેનાથી તે પાપકર્મ બાંધે છે. તમને જે દુખેને ભય હોય, દુખેથી ડરતા છે તે સર્વપ્રથમ તમે પાપથી ભય પામે. પાપભીરુ બને. દુઃખની બીક લાગતી હોય, દુઃખથી ધ્રુજારી છૂટતી હોય તે પાપને ભય પહેલાં લાગ જોઈએ. પાપથી ડરીને ચાલે. પાપને જીવતા ઝેરી સાપ સમજી તેનાથી બચીને ચાલો. પાપને ત્યાગ કરે. ઈષ્ય ઘણું મોટું પાપ છે. ઈર્ષાથી ઘણાં બધાં પાપ પેદા થાય છે. અને તેનાથી માણસનું જીવન બરબાદ થઈ જાય છે. ઈર્ષ્યાળુ જીવ સંસારની ચારેય ગતિમાં ભટક્યા કરે છે. ઈર્ષ્યાથી પ્રેમનું મોત થાય છે ?
બીજાના કોઈપણ પ્રકારના સુખની ઈર્ષ્યા ન કર. એ સુખ તેમને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળ્યું હોય કે પાપાનુબધી પુણ્યના ઉદયથી મળ્યું હોય, એ સુખ તેને ભેગવતા આવડતું હોય કે ન આવડતું હોય, તે પિતાના ભેગસુખને ત્યાગ કરે કે ન કરે, તમારે તેના સુખ સાથે કેઈજ સંબધ રાખવાને નથી. પ્રમોદભાવનાની પહેલી શરત જ આ છે કે કેઈના