________________
૩૪s
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ભરપૂર જોજન કરાવતી. તેમની સામે નૃત્ય કરતી, ગાતી, પણ એ મહામના મુનિરાજે મારામાં માત્ર આત્માનું જ દર્શન કર્યું. તેમની નજરમાં મારું નૃત્ય નહિ, આત્માનું મગળ નૃત્ય હતું. તેઓ ન મારા રૂપથી વિકારી બન્યા, ન ષહરસના ભેજનથી વિકારી બન્યા. દેહ અને આત્માને અલગ જોઈને એ ચારેય મહિના નિર્વિકાર રહ્યા. પ્રતિપળ આત્મભાવમાં રહ્યા. મેં તેમની સમક્ષ મારી હાર કબૂલ કરી લીધી. મેં તેમને કામવિજેતા તરીકે સ્વીકારી લીધા. તેમનાથી પ્રતિબેધ પામીને હું શ્રમણે પાસિકા બની.
આપ પણ મુનિ છે. મહામુનિ છે. આપ આપના જીવનમાં અનેક કઠોર સાધનાઓ કરી છે. આપ આપની સાધનાની મંઝિલ તરફ સતત આગળ વધતા રહે. સંસારના વૈષયિક સુખ તાલપુર ઝેર જેવાં ભયાનક છે. દેખાવમાં ખૂબ જ સુંદર ને રૂપાળાં પરંતુ જોગવતાં ભાવપ્રાણેને તત્કાળ નાશ થાય છે. હું આપને બે હાથ જેડી પ્રાર્થના કરું છું કે આપ આપના સંયમમાં સુસ્થિર અને સુદઢ બને. મેક્ષને, મુક્તિને પામવાનું લક્ષ્ય એક પળ માટે પણ ન ભૂલે.
હે મુનિવર ! કહેવા બેઠી છું ત્યારે આ પણ કહી દઉં કે સાચું સુખ સંયમ-ધર્મમાં જ છે. મારા હૈયે પણ સયમ-ધર્મ વસી ગયો છે. પણ શું કરું? પરાધીન છું, વિવશ છું નહિ તે ક્યારનીય આ સંસાર છોડીને ચાલી નીકળી હત! ચારિત્રધર્મ અંગીકાર કરી લીધે હોત ! આપ અનન્ત પુણ્યવાન છે કે આપને મહાન ચારિત્રધર્મ મળી ગયેલ છે. અનન્ત અનન્ત જમેનાં આપનાં પાપ ધોવાઈ રહ્યાં છે. આપ કેટલી અપૂર્વ કર્મનિર્જરા કરી રહ્યા છે. ધન્ય છે, આપના ચરિત્ર જીવનને !” સિંહગુફાવાસી મુનિ પાછા વળે છે?
સિંહગુફાવાસીની નજર નીચી ઢળી ગઈ. કેશા સામે માથું ઉંચું કરી તેની સામે જોઈ શકયા નહિ. તેમની આંખમાંથી આંસુ