________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
કરક
ધર્મગુરૂ એ યુવાનની સાથે કોર્ટની બહાર નીકળ્યા. બહાર આવતા જ યુવાન ધર્મગુરૂના ચરણોમાં પડીને મુશ્કેને યુકે રડી પડી. ધર્મગુરૂએ તેને ઊભા કરી પિતાની છાતીએ ચાળે, વહાલથી તેને વાસો ૫ પાળે. યુવાને રડતા અવાજે કહ્યું : “આપે મને બચાવી લઈને મારા પર અનંત ઉપકાર કર્યો છે. આજથી પ્રતિજ્ઞા લઉં છું કે હું કયારેય ચેરી નહિ કરું
ધર્મગુરૂએ કહ્યું? તારો ચહેરો જોઈને જ મને લાગ્યું હતું કે આ યુવાન ચેરી કરી શકે જ નહિ. જરૂર કંઈ વિકટ પરિસ્થિતિએ તેને મજબુર કર્યો હશે. આથી ન્યાયાધીશ સમક્ષ મેં તને મારા મહેમાન તરીકે ઓળખાવ્યું. હવે તું મને કહે કે તારે આમ થરી કેમ કરવી પડી ?'
યુવાને કહ્યું કે હું અત્યારે ખૂબજ ખરાબ હાલતમાં જીવું છું. મારી પાસે પૈસા નથી, મારી એકના એક બહેનના લગ્ન લીધાં છે. માતા પિતા સ્વર્ગે ચાલ્યા ગયાં છે. મારી બેન પર મને ખૂબજ હાલ છે. તેના લગ્ન માટે પૈસા જોઈએ. ઘણાં પાસે મે ઉછીના પૈસા માગ્યા. સગાં-સંબંધીઓ-મિત્રોને કાકલુદી કરી પણ કેઈએ. મને કાણું કેડી ય ન આપી. આથી મારે ન છૂટકે, કકળતા હૈયે. ચેરી કરવી પડી. અને ચોરી કરી તે પકડાઈ ગયે
યુવકની વાતમાં સચ્ચાઈ નીતરતી હતી. ધર્મગુરૂએ તેને હાલથી આશ્વાસન આપ્યું. તેને ચર્ચમાં લઈ ગયા અને તેની બહેનના લગન માટે જરૂરી બધી આર્થિક વ્યવસ્થા કરાવી આપી, યુવકનું હૃદય આથી ગદ્ગદ્ થઈ ગયું. ધર્મગુરૂ પ્રત્યે તેના હૈયે ભરપુર શ્રદ્ધા બેસી ગઈ. તેણે જીવનમાં ક્યારેય ચોરી નહિ કરવાને દઢ સંકલ્પ કર્યો. તેનું જીવન આ ઘટનાથી સુધરી ગયું. યુવાનનું જીવન સુધારવા માટે ધર્મગુરૂને જુઠું બોલવું પડયું ! બીજા ના આત્મકલ્યાણ માટે, ભવ સુધારવા માટે કદાચ અસત્ય બોલવું પણું પડે તે તે પાપ નથી!