________________
૩૮?
મીઠી મીઠી લાગે છે મુનિવરને દેશના વિસ્તરતી જશે અને મૈત્રી વધતી જશે તેમ તેમ તમારી ધર્મક્રિયાઓ પણ આનંદમય-સમય-ઉલ્લાસમય બનતી જશે. તે તમારા બધાજ કર્તવ્યમાં વિવેકની સુગંધ કુટશે.
સભામાંથી - દીન દુ:ખી, અને રોગીઓને જોઈને કરૂણા આવે. છે પરંતુ જેઓ હિંસા, ચોરી, અનાચાર કરે છે તેઓ પ્રત્યે જરાય કરૂણા નથી લાગતી. તેમના પ્રત્યે રોષ જ થાય છે.
મહારાજશ્રી : દીન-ગરીબ-અનાથ આદિના દુખ તમને પ્રત્યક્ષ દેખાય છે આથી તમારું હૃદય કરૂણાથી ભરાઈ આવે છે. પણ જેઓ હિંસા, અસત્ય, ચેરી આદિનાં પાપ કરે છે તેમનાં દુઃખ તમને નજરમાં નથી આવતાં! દુઃખના કારણે પ્રત્યક્ષ છે પણ તેમનું દુખ પરિણા છેતમે જે પાપના ફળનો વિચાર કરો કે તમને એ દુખ જરૂર દેખાય, “આ માણસ હિંસા કરે છે. હિંસાનું ફળ રોગ અને શેક, દુર્ભાગ્ય અને પ્રતિહિંસા ! આને ખબર નથી અથવા તે એ પાપમાં માનતા નથી. પરંતુ પાયના ફળ આજ નહિ તે કાલે આ ભવમાં નહિ તે પરભવમાં પણ તેને જરૂર ભેગવવા પડશે.”
ચોરી કરનારના દુઃખ નજરોનજર નથી દેખાતા. પરંતુ તમે જે જાણી લે કે ચોરી કરવાથી કેવા પાપકર્મ બ થાય છે અને એ પાપકર્મો ઉદયમાં આવતા એ જીને કેવાં કેવાં દુખ જોગવવાં પડે છે, તે તમને ચોરી કરનાર પ્રત્યે ધૃણા નહિ ઉલટું તેને ચેરી કરવામાંથી કેમ રે તેના જ વિચારો આવશે. ચોર પ્રત્યે પણ કરણી એક સત્ય ઘટના.
લન્ડનમાં એક ઘટના બની હતી. એક યુવાન રાતે ચોરી કરવા નીકળે. એક સ્ટ્રીટમાંથી તે જઈ રહ્યો હતો તેના ચાલ અને ઘમતી આંખ જોઈને પિલીસને શંકા થઈ કે આ ચોર હોવા જોઈએ. આથી પોલીસ સતર્ક બની ગઈ. એ યુવાનને પણ ગ ઘ આવી ગઈ કે પોલીસને મારા વિષે શ કા ગઈ છે. આથી તે પિોલીસથી બચવા એક ચર્ચમાં ઘુલી ગયે.