________________
૨૨ :
માડી મીઠી લાગે છે મુનિવરની દેશના બુદ્ધિમાન ફળને વિચાર કરે
આચાર્યદેવની ભાવના જેને ધર્મની આરાધનાનાધના કરતા કરવાને છે. તેમને પરિપૂર્ણ શ્રદ્ધા છે કે ધર્મસાધના કરવાથી જીવ શિવ બની શકે છે. જૈન જિન બની શકે છે. સંપૂર્ણ સુખ અને અનંત આનંદ પામી શકે છે. તેમની એક જ મુખ્ય ભાવના છે - તમામ જીવોને સંપૂર્ણ સુખ અને અનંત આનંદ મળે !” આવી પ્રબળ ભાવનાથી તેઓશ્રી જીવાત્માઓને ઉપદેશ આપે છે કે-“ધર્મ કરે, ધર્મ કરે જઈએ.” ત્યારે બુદ્ધિમાન માણસ તુરત જ વળતા પ્રથન કરે છે કે શા માટે ધર્મ કર જોઈએ? ધર્મ કરવાથી અમને શું મળશે? કયું ફળ તેનાથી મળશે?
બુદ્ધિમાન માણસ પાસે ત્યારે પણ કંઈ નવું કામ આવશે ત્યારે સૌ પ્રથમ તે એ કામના લાભને વિચાર કરશે. તેને જે વિશ્વાસ બેશે કે નવું કામ કરવાથી મને અમુક લાભ થશે, તે જ તે કામ હાથમાં લેશે. પણ એ કામ કરવાથી જે નુકશાન થવાનું હોય તે તે કામને વિચાર સુધ્ધાં પણ નહિ કરે. માનવમનને આ સહજ સ્વભાવ છે. એટલું જ નહિ, જે કાર્યથી લાભ થવાને હોય, ઈચ્છિત સુખ મળવાનું હોય તે કાર્યના સ્વરૂપને જાણવાની તમન્ના તે ઓછી રાખવાને, અલબત એ કાર્ય કેમ કરવું, કેમ કરવાથી ઇચ્છિત લાભ મળે, તે બધાની તે કાળજી જરૂર લેવાને, પરંતુ એ કાર્ય સારું છે કે ખરાબ, કરવા ગ્ય છે કે નહિ, તેનો ભાગ્યે જ વિચાર કરશે. કારણ, તેની નજર ફળ પર જ રહેતી હોય છે. લાભ મેળવવા તરફ જ તેનું લક્ષ્ય હોય છે! આ પણ માનવસ્વભાવની એક લાક્ષણિક્તા હોવાથી ગ્રન્થકાર ધર્મના લાભ, અર્થાન ધર્મ કરવાથી થતા ફાયદા, ધર્મનું ફળ બતાવતા કહે છે -
धनता धनार्थिनां प्रोक्त : कामिनां सर्वकामद; धर्म एवापगंस्य पारम्पर्येण साधक : ॥